રશિયાએ માર્ક ઝુકરબર્ગની કંપની METAને આતંકવાદી સંગઠનના લીસ્ટમાં સમેલ કર્યું
રશિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ગત વર્ષે માર્ચ મહિનામાં પ્રતિબંધ લગાવ્યો હતો જે બાદ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની કંપની METAને આતંરવાદી અને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે. ફેસબુકની મુળ કંપની મેટાને આ મોટો આંચકો છે.મોસ્કોની એક કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉગ્રવાદી ગતિવિધિઓનો આરોપ લગાવવાનો દાવો કર્યો છે કે આ યૂક્રેનમાં સોàª
રશિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ગત વર્ષે માર્ચ મહિનામાં પ્રતિબંધ લગાવ્યો હતો જે બાદ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની કંપની METAને આતંરવાદી અને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે. ફેસબુકની મુળ કંપની મેટાને આ મોટો આંચકો છે.
મોસ્કોની એક કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉગ્રવાદી ગતિવિધિઓનો આરોપ લગાવવાનો દાવો કર્યો છે કે આ યૂક્રેનમાં સોશિયલ મીડિયા યૂઝર્સને રશિયનો વિરૂદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાની સામગ્રી પોસ્ટ કરવાની મંજુરી આપી રહ્યું છે. રશિયાએ ગત વર્ષે માર્ચ મહિનામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
રશિયા સરકારની સેન્સરશીપ એજન્સી રોસકોન્માડઝોરે કહ્યું હતું કે, ઓક્ટોબર 2020થી ફેસબુક દ્વારા રશિયન મીડિયા વિરૂદ્ધ ભેદભાવના કુલ 26 કેસ સામે આવ્યા હતા. રશિયાની સરકારે ત્યાંની સમાચાર એજન્સી પર સરકાર સમર્થિત ચેનલોના એકાઉન્ટની રીચ ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો.
યૂક્રેન પર હુમલા બાદ ભર્યું પગલું
રશિયાએ યુક્રેનના પાવર સ્ટેશનો પર નવેસરથી હુમલા શરૂ કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્રિમીઆના પુલને ઉડાવી દીધા બાદ રશિયાએ યુક્રેન પર દેશવ્યાપી બોમ્બમારો શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા હુમલા બાદ રશિયાએ સોશિયલ મીડિયા પર કડક નજર રાખી હતી. આ પછી યુરોપની ટેક કંપનીઓએ રશિયન મીડિયાને બંધ કરી દીધું.
Advertisement