Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયાએ બ્રિટિશ PM અને તેના અધિકારીઓના પ્રવેશ પર લગાવી દીધો પ્રતિબંધ

રશિયા અને યુક્રેન યુદ્ધના પગલે બ્રિટને રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. જેના પગલે હવે રશિયા ગુસ્સે ભરાયું છે અને આજે બ્રિટનને લઈને મોટો નિર્ણય લઈ લીધો છે. લાદવામાં આવેલા પ્રતિબંધોથી હતાશ થઈને રશિયાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. રશિયાએ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન અને ટોચના અધિકારીઓને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. એએફપીએ રશિયન વિદેશ મંત્રાલયને ટાંકીને આ
03:18 PM Apr 16, 2022 IST | Vipul Pandya

રશિયા અને યુક્રેન યુદ્ધના પગલે બ્રિટને
રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. જેના પગલે હવે રશિયા ગુસ્સે ભરાયું છે અને
આજે બ્રિટનને લઈને મોટો નિર્ણય લઈ લીધો છે.
લાદવામાં
આવેલા પ્રતિબંધોથી હતાશ થઈને રશિયાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. રશિયાએ
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ
જોનસન અને ટોચના અધિકારીઓને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.
એએફપીએ રશિયન વિદેશ મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે.


યુક્રેન પર હુમલા બાદ રશિયા પર બ્રિટનનું વલણ કડક

યુક્રેન પરના આક્રમણ બાદ બ્રિટને રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો
લગાવ્યા છે. બ્રિટન યુક્રેનને અનેક પ્રકારના શસ્ત્રો પણ આપી રહ્યું છે. આ સિવાય
પીએમ જોનસન તાજેતરમાં જ કિવની મુલાકાતે ગયા હતા. બ્રિટન શરૂઆતથી જ રશિયા વિરુદ્ધ
ખૂબ જ અવાજ ઉઠાવતું આવ્યું છે. યુરોપિયન દેશોની વાત કરીએ તો બે બ્રિટને રશિયા પર
સૌથી કડક વલણ દર્શાવ્યું છે. બ્રિટને રશિયન ઉચ્ચ વર્ગની મિલકતો પણ જપ્ત કરી છે.


જોનસન ઝેલેન્સકીને મળવા યુક્રેન પહોંચ્યા હતા

બોરિસ જોનસન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળવા 10 એપ્રિલે
યુક્રેન પહોંચ્યા હતા. જોનસને ઝેલેન્સકી સાથે એકતા દર્શાવી. તેમની મુલાકાતનો હેતુ
રશિયાને સંદેશ આપવાનો હતો કે તેઓ યુક્રેનની સાથે છે. જોનસનની મુલાકાતનો એક વીડિયો
પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બંને નેતાઓ કિવની શેરીઓમાં ફરતા જોવા
મળ્યા હતા. બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે
શનિવારની બેઠકમાં બ્રિટન તરફથી યુક્રેનને લાંબા ગાળાની સહાય સહિત નાણાકીય અને
સૈન્ય સહાયના નવા પેકેજ પર ચર્ચા થઈ હતી. જોનસન દ્વારા યુક્રેન માટે ઉચ્ચ-ક્ષમતા
ધરાવતા લશ્કરી સાધનો ખરીદવા માટે અન્ય £100 મિલિયનની જાહેરાત કર્યાના એક દિવસ પછી
આ મુલાકાત આવી.


બ્રિટને યુક્રેનને મોટી મદદ કરી

આ દરમિયાન જોનસને કહ્યું હતું કે બ્રિટન યુક્રેનની મદદ કરવા માંગે
છે જેથી તે સતત રશિયન હુમલાઓ વચ્ચે પોતાનો બચાવ કરી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ
કાર્યાલયના ડેપ્યુટી હેડ એન્ડ્રીઝ સિબિહાએ જણાવ્યું હતું કે બંને નેતાઓ કિવમાં
મળ્યા હતા. અગાઉ
, જર્મન ચાન્સેલર ઓલાફ શાલ્ફ સાથે પ્રેસ કોન્ફરન્સ
દરમિયાન
, જોન્સને કહ્યું હતું કે તે યુક્રેનિયન સૈન્યને
વિમાન વિરોધી મિસાઈલ અને અન્ય 800 એન્ટી ટેન્ક મિસાઈલ આપશે. આ સિવાય તેણે વધુ
હેલ્મેટ
, નાઈટ વિઝન ઈક્વિપમેન્ટ અને અન્ય હથિયારોનું વચન
આપ્યું હતું. બ્રિટનથી બે લાખ બિન-ઘાતક લશ્કરી સાધનોનો માલ યુક્રેન પહોંચી ચૂક્યો
છે. બ્રિટનના આ સ્ટેન્ડને કારણે રશિયા તેનાથી નારાજ છે અને તેણે જોન્સનના પ્રવેશ
પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

Tags :
BanBorisJohnsonBritishPMGujaratFirstrussia
Next Article