ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

જો હવે યુક્રેનને મદદ કરી તો સીધો હુમલો થશે, રશિયાની NATO દેશોને ખુલ્લી ધમકી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હજુ પણ રશિયન આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી બાજુ યુક્રેન પણ કોઈપણ સંજોગે હાર માનવા તૈયાર નથી.  અને સતત રશિયાને વળતો જવાબ આપી રહ્યું છે. યુક્રેનને નાટો દેશો દ્વારા હથિયાર સહિત સૈન્ય મદદ કરવામાં આવી રહી છે. જેના પગલે રશિયા ગુસ્સે ભરાયું છે અને નાટો દેશોને ધમકી આપી દીધી છે. રશિયાન
06:51 PM May 04, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિનાથી વધુ સમય
થઈ ગયો છે. પરિસ્થિતિ એટલી
ખરાબ છે કે હજુ પણ રશિયન આક્રમક
હુમલાઓ કરી રહ્યું છે. તો બીજી બાજુ યુક્રેન પણ કોઈપણ સંજોગે હાર માનવા તૈયાર નથી.
 અને સતત રશિયાને વળતો જવાબ આપી રહ્યું છે. યુક્રેનને નાટો દેશો
દ્વારા હથિયાર સહિત સૈન્ય મદદ કરવામાં આવી રહી છે. જેના પગલે રશિયા ગુસ્સે ભરાયું
છે અને નાટો દેશોને ધમકી આપી દીધી છે. 
રશિયાના રક્ષામંત્રીએ કહ્યું છે કે જો નાટો દેશો દ્વારા
યુક્રેનને કોઈપણ હથિયારોની સપ્લાય કરવામાં આવશે તો હવે હુમલો સીધો તે વાહનો પર થશે
જેમાં આ હથિયારો લઈ જવામાં આવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે નાટોને રશિયા
દ્વારા ચેતવણી આપવામાં આવી હોય. આ પહેલા પણ નાટોને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
દ્વારા આ યુદ્ધથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અન્ય ઘણા નેતાઓએ પણ ચિંતા વ્યક્ત
કરી છે કે રશિયા ગમે ત્યારે નાટો પર હુમલો કરી શકે છે.


આ તમામ ધમકીઓ વચ્ચે હવે રશિયાના સંરક્ષણ પ્રધાને ફરીથી નાટોને ચેતવણી આપી છે.
નાટોના કોઈપણ દેશે હજુ સુધી આ ધમકીનો જવાબ આપ્યો નથી. પરંતુ પ્રથમ અનેક પ્રસંગોએ
સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે યુક્રેનને સતત મદદ કરવામાં આવશે. હાલમાં ડેનમાર્ક
, જર્મની જેવા દેશો
યુક્રેનને શસ્ત્રો અને અન્ય જરૂરી સંસાધનો મોકલી રહ્યા છે. 
જો કે આ ધમકીઓ વચ્ચે રશિયામાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે
વ્લાદિમીર પુતિન થોડા દિવસો માટે રાષ્ટ્રપતિ પદ છોડી શકે છે. તેમના સ્થાને સુરક્ષા
પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવ આ જવાબદારી સંભાળી શકે છે. નિકોલાઈ પાત્રુશેવ તે
છે જેના પર પુતિન સૌથી વધુ વિશ્વાસ કરે છે. વિદેશી મીડિયા અનુસાર
આ વિશે પહેલાથી જ
પાત્રુશેવને બધું કહેવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે જો પુતિન થોડા
દિવસો માટે રાષ્ટ્રપતિ પદ છોડશે તો તેમણે દેશની કમાન સંભાળવી પડશે.


આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પુતિનની
તબિયતના કારણે અટકળોનું બજાર ગરમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્લાદિમીર
પુતિનને તેમના કેન્સરની સારવાર કરાવવાની છે. આ માટે તેણે ઓપરેશન કરાવવું પડશે.

Tags :
GujaratFirstNATOcountriesrussiaukraine