Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરેલુ મુસાફરી માટે હવે RTPCR ટેસ્ટની નથી જરૂર: જ્યોતિરાદિત્ય સિંધિયા

દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. સ્થિતિ પહેલાની જેમ સામાન્ય બનતા હવે તમામ ક્ષેત્રએ કોરોના પહેલા જે ગતિ હતી તે પકડવાની શરૂ કરી છે. દેશમાં હવે ફ્લાઇટ પણ નિયમિત ઉડાન ભરી રહી છે. ત્યારે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઇ કાલે એટલે કે સોમવારે કહ્યું કે, કોવિડ બાદ આપણે ફરી એકવાર દૈનિક 4.1 લાખ મુસાફરોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. આ અમારા માટે એક ઐતિહાસિક દà
ઘરેલુ મુસાફરી માટે હવે rtpcr ટેસ્ટની નથી જરૂર  જ્યોતિરાદિત્ય સિંધિયા
દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. સ્થિતિ પહેલાની જેમ સામાન્ય બનતા હવે તમામ ક્ષેત્રએ કોરોના પહેલા જે ગતિ હતી તે પકડવાની શરૂ કરી છે. દેશમાં હવે ફ્લાઇટ પણ નિયમિત ઉડાન ભરી રહી છે. ત્યારે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઇ કાલે એટલે કે સોમવારે કહ્યું કે, કોવિડ બાદ આપણે ફરી એકવાર દૈનિક 4.1 લાખ મુસાફરોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. આ અમારા માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે આગળ પણ આ રેકોર્ડને જાળવી રાખીશું. વળી આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, હવે ઘરેલું મુસાફરી માટે RTPCR ટેસ્ટની જરૂર નથી. 
જોકે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ તે પણ ઉમેર્યું કે, આજે દેશના અમુક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યારે જો તે રાજ્ય સાવધાની રાખવાનું ઇચ્છે છે તો તેમને આમ કરવાનો અધિકાર છે. હાલમાં, પ્લેનની ટિકિટની કિંમતો 15 દિવસની રોલિંગ સિસ્ટમ પર લાગુ છે. અમે યોગ્ય સમયે આ અંગે નિર્ણય લઈશું. તેમણે એ પણ ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માટે, અમે આરોગ્ય મંત્રાલય સાથે નિયમો તૈયાર કર્યા છે અને તેને પ્રવાસના 72 કલાક પહેલા રસીકરણ પ્રમાણપત્ર અથવા RTPCR ટેસ્ટ અપલોડ કરવા માટે વેબસાઇટ્સ પર પોસ્ટ કર્યા છે. વળી દેશમાં હવે મોટા ભાગના લોકોએ કોવિડની વેક્સિન લઇ લીધી છે. આ એક મોટું કારણ છે કે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આ કારણે હવે દેશમાં લગભગ તમામ રાજ્યોમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. 
Advertisement

કેન્દ્ર સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) હેઠળ રાજ્યની માલિકીની એરલાઇન એલાયન્સ એર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ રિલીઝમાં જણાવ્યું હતું કે, "એરલાઇનના આ વર્ષના ઉનાળાના સમયપત્રક મુજબ, અમદાવાદને ત્રણ શહેરો-અમૃતસર, આગ્રા અને રાંચી સાથે જોડવામાં આવ્યું છે. એ જ રીતે પોરબંદર અને રાજકોટને મુંબઈ સાથે જોડવામાં આવ્યા છે. નવા રૂટ પર આજથી કામગીરી શરૂ કરવા ઉપરાંત કેશોદને પણ અમદાવાદ સાથે જોડવામાં આવશે.
Tags :
Advertisement

.