સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે. જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 52 રૂપિયા મળશે. આ ભાવ વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 70 પૈસાનો વધારો મળશે. તો આ તરફ સરહદ ડેરીનું દૈનિક 3 લાખ રૂપિયાનું ભારણ વધશે આ નવા ભાવ આગામી તારીખ 16/04/2022થી લà
Advertisement
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે. જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 52 રૂપિયા મળશે. આ ભાવ વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 70 પૈસાનો વધારો મળશે. તો આ તરફ સરહદ ડેરીનું દૈનિક 3 લાખ રૂપિયાનું ભારણ વધશે આ નવા ભાવ આગામી તારીખ 16/04/2022થી લાગુ થશે.
ગત તારીખ 04/03/2022 ના રોજ લાખોન્દ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીમાં નિયમિત દૂધ ભરાવતા મંડળીઓ અને પશુપાલકો દ્વારા સરહદ ડેરીના ચેરમેનને પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારો આપવા માટે માગણી કરી હતી. જે અનુસંધાને સરહદ ડેરી દ્વારા 15/03/2022 થી 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ આગામી તારીખ 16/04/2022 થી 70 પૈસાનો વધારો કરવાનો પશુપાલકોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આમ પશુપાલકોને કુલ 2.20 રુપિયાનો વધારો મળ્યો છે.
ઉનાળાની ગરમીને કારણે પશુઓના દૂધમાં ઘટાડો આવતો હોય છે. તેમજ ગરમીને કારણે દૂધ બગડતું પણ હોય છે. આ સિવાય ઘાસચારના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતોને ધ્યાનમાં લઈને ભાવવધારોનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ વધારો થતા પશુપાલકોની નુકશાનીમાં ઘટાડો થશે તેમ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું.
વધુમાં વલમજીભાઈ હુંબલે જણાવ્યુ કે આગામી દિવસોમાં ગરમી વધવાની શકયતાઓને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં પશુપાલકોમાં મનોબળ રહે તેમજ પશુઓના વેચાણ અટકે તેમજ સ્થળાંતરમાં ઘટાડો થાય, તે માટે ઝડપથી નિર્ણય કરી અને ભાવ વધારાનો આદેશ કરવામાં આવ્યો છે.