ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, જે કોઇએ ન કર્યું તે આ ખેલાડીએ કરી બતાવ્યું

વિશ્વના નંબર વન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ રવિવારે પ્રીમિયર લીગ (Premier League)મા ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, તેણે માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United)ને એવર્ટન એફ.સી.(Everton F.C.)મા 2-1થી જીત અપાવવા માટે મજબૂત રમત બતાવી. આ પછી તેણે તેની કારકિર્દીમાં 700મો ગોલ કર્યો અને તે ક્લબ સ્તરનો પ્રથમ ખેલાડી બન્યો. જણાવી દઈએ કે, લાંબા સમય પછી રોનાલ્ડો તેના ફોર્મમાં દેખાયો છે, જેના પછી તેણે આ સિદ્ધિ પોતàª
08:44 AM Oct 10, 2022 IST | Vipul Pandya
વિશ્વના નંબર વન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ રવિવારે પ્રીમિયર લીગ (Premier League)મા ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, તેણે માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United)ને એવર્ટન એફ.સી.(Everton F.C.)મા 2-1થી જીત અપાવવા માટે મજબૂત રમત બતાવી. આ પછી તેણે તેની કારકિર્દીમાં 700મો ગોલ કર્યો અને તે ક્લબ સ્તરનો પ્રથમ ખેલાડી બન્યો. જણાવી દઈએ કે, લાંબા સમય પછી રોનાલ્ડો તેના ફોર્મમાં દેખાયો છે, જેના પછી તેણે આ સિદ્ધિ પોતાના નામે કરી છે.
મેદાનમાં આવતા જ 15 મિનિટમાં કર્યો ગોલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) આખરે આ સિઝનમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)મા તેનો પહેલો ગોલ કરવામાં સફળ રહ્યો, ક્લબ ફૂટબોલમાંઆ તેનો 700મો ગોલ છે. પોર્ટુગલના આ સ્ટાર સ્ટ્રાઈકરના ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઈટેડએ એવર્ટનને 2-1થી હરાવ્યું હતું. ઈજાગ્રસ્ત એન્થોની માર્શલના સ્થાને રમતની 29મી મિનિટે રોનાલ્ડો મેદાનમાં આવ્યો અને 15 મિનિટ બાદ ગોલ કર્યો. માન્ચેસ્ટર યુનાઈટેડ માટે આ તેનો 144મો ગોલ હતો. તેણે રિયાલ મેડ્રિડ માટે 450 ગોલ કર્યા છે જ્યારે તેણે જુવેન્ટસ માટે રમતા 101 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ સ્પોર્ટિંગ માટે પાંચ ગોલ પણ કર્યા છે. યુરોપા લીગની જેમ આ મેચમાં પણ યુનાઈટેડએ પુનરાગમન કર્યું હતું. એલેક્સ ઇવોબીએ પાંચમી મિનિટે એવર્ટનને લીડ અપાવી હતી. યુનાઈટેડ માટે એન્ટોનીએ 15મી મિનિટે ગોલ કર્યો હતો.

રોનાલ્ડોએ ક્લબ લેવલ પર 700 ગોલ કર્યા
વળી, રોનાલ્ડોને આ મેચમાં એન્થોની માર્શલના વિકલ્પ તરીકે લાવવામાં આવ્યો હતો. તેની એન્ટ્રી સાથે, તેણે પ્રીમિયર લીગમાં ગોલ કરવામાં માત્ર 15 મિનિટ લીધી. વળી, તેના બીજા કાર્યકાળમાં, તેણે યુનાઇટેડ માટે તેનો 144મો ગોલ કર્યો અને 44મી મિનિટમાં ગોલ કરીને રમતને ફેરવી નાખી. આમ માન્ચેસ્ટર યુનાઈટેડ 2-1થી જીત્યું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી રોનાલ્ડોએ ક્લબ લેવલ પર 700 ગોલ કર્યા છે. જેમાં તેણે સ્પોર્ટિંગ ક્લબ પોર્ટુગલ માટે 5 ગોલ કર્યા છે, રોનાલ્ડોએ માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ માટે 450 અને જુવેન્ટસ ફૂટબોલ ક્લબ માટે 101 ગોલ કર્યા છે. જ્યારે માન્ચેસ્ટર યુનાઈટેડ માટે તેણે અત્યાર સુધીમાં 144 ગોલ કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે. 
રોનાલ્ડોએ લા લીગામાં સૌથી વધુ ગોલ કર્યા છે
માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમતા આ ફૂટબોલરે લા લીગામાં સૌથી વધુ ગોલ કર્યા છે. અહીં તેણે 292 મેચમાં 311 ગોલ કર્યા છે. આ સિવાય તે ચેમ્પિયન્સ લીગના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે. રોનાલ્ડોએ 183 મેચમાં 140 ગોલ કર્યા છે, જે તેના હરીફ મેસ્સી કરતા 13 વધુ છે. વર્ષ 2014-15 રોનાલ્ડો માટે સર્વશ્રેષ્ઠ રહ્યું, જ્યારે તેણે 54 મેચમાં કુલ 61 ગોલ કર્યા. જ્યારે 2013માં તેણે 50 મેચમાં 59 ગોલ કર્યા હતા.
આ પણ વાંચો - ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
Tags :
ClubGoalsCristianoRonaldoGujaratFirstHistoryManchesterUnitedPremierLeaguerecord
Next Article