Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફરી દેખાશે રોકીભાઈનો સ્વેગ! હવે બહુ રાહ નહિ જોવી પડે, નિર્માતાએ ફિલ્મ વિશે કરી જાહેરાત

વર્ષ 2022 માં અભિનેતા યશની કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જેના બાદ હોમ્બલે ફિલ્મના નિર્માતા વિજય કિરાગંદૂરે એક જાહેરાત કરી હતી. કેજીએફ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેવી જાહેરાત હવે થઈ ગઈ છે. કેજીએફ ચેપ્ટર 3 ને લઈને નિર્માતા કિરાગંદૂરે કહ્યું કે, કેજીએફ ચેપ્ટર 3 ફિલ્મ રોસ્ટરનો ભાગ હતી. નિર્માતાએ આગળ કહ્યું કે, તેઓ આ ફિલ્મને વર્ષ 2022 ના ઓક્ટોબર કે નવેમ્બર
04:53 PM Jan 08, 2023 IST | Vipul Pandya
વર્ષ 2022 માં અભિનેતા યશની કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. જેના બાદ હોમ્બલે ફિલ્મના નિર્માતા વિજય કિરાગંદૂરે એક જાહેરાત કરી હતી. કેજીએફ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેવી જાહેરાત હવે થઈ ગઈ છે. કેજીએફ ચેપ્ટર 3 ને લઈને નિર્માતા કિરાગંદૂરે કહ્યું કે, કેજીએફ ચેપ્ટર 3 ફિલ્મ રોસ્ટરનો ભાગ હતી. 
નિર્માતાએ આગળ કહ્યું કે, તેઓ આ ફિલ્મને વર્ષ 2022 ના ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં થિયેટરમાં લાવવાનુ વિચારી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ માટે યશે પોતાના કેજીએફ લુકમાં કોઈ ચેન્જ કર્યો નથી. તેઓ આજે પણ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે નજર આવે છે. સ્ટોરીના અંતિમ ચેપ્ટરને જોયા બાદ ફેન્સનુ અનુમાન છે કે, અભિનેતા ફિલ્મનો ત્રીજો ભાગ પણ લઈને આવી શકે છે. હવે વિજય કિરાગંદૂરે ખુલાસો કરી દીધો છે કે, કેજીએફ ચેપ્ટર 3 આખરે ક્યારે રિલીઝ થશે. 
2025માં કેજીએફ 3નુ શુટિંગ શરૂ થશે ! 
યશના 37મા જન્મ દિવસે તેમની ફિલ્મને લઇને એક નવી અપડેટ શેર કરવામાં આવી છે. કેજીએફ 2ના નિર્માતા હોમેબલ ફિલ્મ્સે યશને બર્થ ડે વિશ કરીને કેજીએફ 3ની તરફ ઈશારો કર્યો છે. આ ઉપરાંત અમુક રિપોર્ટસમાં એવુ પણ કહેવાઈ રહ્યું છે કે 2025માં કેજીએફ 3નુ શુટિંગ શરૂ થઇ શકે છે. હોમેબલ ફિલ્મ્સનુ ટ્વિટ જોયા બાદ સોશિયલ મીડિયામાં રોકી ભાઈ ટ્રેન્ડ થવા લાગ્યા છે. 

KGF: ચેપ્ટર 2 રહ્યું હિટ 
યશે KGF: ચેપ્ટર 2માં પોતાના અભિનયથી લોકોને તાળી પાડવા માટે મજબૂર કર્યા હતા. ફિલ્મને લઇને પ્રશંસકોમાં ખૂબ ક્રેજ જોવા મળ્યો. યશની ફિલ્મે દર્શકોના દિલ પર એવી ઊંડી છાપ છોડી છે કે કેજીએફ 2એ આશરે 1250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. કેજીએફ 2 જોયા બાદ દરેક વ્યક્તિ તેના આગામી પાર્ટની રાહ જોતો હતો.
પુસ્તકોથી બનાવ્યો ચહેરો
KGF ફિલ્મે દર્શકોને હચમચાવી દીધા અને યશની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી. તે સમયે 'ઓલ કર્ણાટક રોકિંગ સ્ટાર યશ ફેન્સ એસોસિએશન મલુર'એ 3,400 પુસ્તકોની મદદથી યશનું પોટ્રેટ તૈયાર કર્યું હતું. આ પોટ્રેટ 25600 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું હતું.
5 હજાર કિલોની કેક અને સૌથી મોટો કટઆઉટ
જણાવી દઈએ કે 2020માં યશનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કહેવાય છે કે એક ચાહકે તેના માટે 5,000 કિલો વજનની કેક બનાવી હતી, જેના પર લખ્યું હતું- હેપ્પી બર્થ ડે યશ બોસ. એટલું જ નહીં યશના નામે સૌથી મોટા કટઆઉટનો રેકોર્ડ પણ છે. યશનું 216 ફૂટનું કટઆઉટ નંદી લિંક રોડ, બેંગ્લોર ખાતે બનાવવામાં આવ્યું હતું. આ સાથે ઘણા ચાહકોએ યશનું ટેટૂ પણ કરાવ્યું છે.
આપણ  વાંચો- શાહરૂખને સોશિયલ મીડિયા પર OTP માટે પૂછવામાં આવ્યું અને મળ્યો શાહરૂખ તરફથી આવો જબરદસ્ત જવાબ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHombaleFilmsKGFChapter2KGFChapter3ROCKYBHAIYash
Next Article