રોહિત શર્માની સેન્ચ્યુરી, ધોની અને કોહલી ના કરી શક્યા તે કરી બતાવ્યું
ભારતીય કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી14 ચોક્કા અને 2 છગ્ગા સાથે સદી બનાવીએમએસધોની અને વિરાટ કોહલી જે ના કરી શક્યા કરી બતાવ્યું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારીભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે શરૂઆત કરી છે. એમએસધોની અને વિરાટ કોહલી જે ના કરી શક્યા તે કાર્ય રોહિત શર્માએ આજે સિદ્àª
- ભારતીય કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી
- 14 ચોક્કા અને 2 છગ્ગા સાથે સદી બનાવી
- એમએસધોની અને વિરાટ કોહલી જે ના કરી શક્યા કરી બતાવ્યું
- ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી સાથે શરૂઆત કરી છે. એમએસધોની અને વિરાટ કોહલી જે ના કરી શક્યા તે કાર્ય રોહિત શર્માએ આજે સિદ્ધ કરી બતાવ્યું છે.
171 બોલમાં પોતાની સદી પૂરી કરી
નાગપુર ટેસ્ટમાં કાંગારૂ ટીમ માત્ર 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ રોહિતની સદી સાથે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. રોહિત શર્માએ 171 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સદી સાથે હિટમેને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથને પણ પાછળ છોડી દીધો છે. આટલું જ નહીં, ભારતીય કેપ્ટને એ પણ કર્યું જે આ પહેલા કોઈ કેપ્ટન ભારત માટે નહોતું કરી શક્યું.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં રોહિત શર્માની આ પ્રથમ સદી
રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાં આ 9મી સદી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની કારકિર્દીની 43મી સદી બની ગઈ છે. આ મામલામાં રોહિતે હવે 42 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર સ્ટીવ સ્મિથ સહિત ક્રિસ ગેલ અને સનથ જયસૂર્યા જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ભારતીય કેપ્ટન પાસે ODIમાં 30 સદી પણ છે અને તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પછી સૌથી વધુ ODI સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. આ સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં રોહિત શર્માની આ પ્રથમ સદી છે.
Advertisement
Milestone Unlocked 🔓
A special landmark 👏 🙌@ImRo45 becomes the first Indian to score hundreds across Tests, ODIs & T20Is as #TeamIndia captain 🔝 pic.twitter.com/YLrcYKcTVR
— BCCI (@BCCI) February 10, 2023
કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય સુકાની
આ સાથે જ તે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય સુકાની પણ બન્યો હતો. તેના પહેલા વિરાટ કોહલીથી લઈને એમએસ ધોની સુધી કોઈ આ કરી શક્યું નથી.
હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ હિટમેને દુનિયાને ચેતવણી આપી
રોહિત શર્માએ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારીને પોતાના જૂના અવતારમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા હતા. હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ હિટમેને દુનિયાને ચેતવણી આપી છે. રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારી છે.
નાગપુર ટેસ્ટમાં અત્યાર સુધીની સ્થિતિ
જો નાગપુર ટેસ્ટની વાત કરીએ તો બીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની સદી સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ટીમે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાર કરીને લીડ મેળવી હતી. ટોસ જીતીને પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 177 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલર રવિન્દ્ર જાડેજાએ 5 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની નજર ચોક્કસપણે ઓછામાં ઓછા 150 રનની લીડ પર હશે. રોહિતની સાથે જ આ જવાબદારી જાડેજા અને આવનારા બેટ્સમેન કેએસ ભરત અને અક્ષર પટેલ પર રહેશે. ઓસ્ટ્રેલિયન બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી, જ્યારે નવોદિત ટોડ મર્ફી બોલિંગથી પ્રભાવિત થયો હતો, તેણે શરૂઆતમાં ચાર વિકેટ લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.