Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી, 3 વર્ષ પછી કર્યું આ કારનામું

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં શાનદાર બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા નીકળ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. તેણે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં આ કારનામું કર્યું છે.રોહિતે 83 બોલમાં પ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી  3 વર્ષ પછી કર્યું આ કારનામું
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં શાનદાર બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા નીકળ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. તેણે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં આ કારનામું કર્યું છે.

રોહિતે 83 બોલમાં પોતાની સદી પૂરી કરી

રોહિત લાંબા સમયથી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ઈન્દોર આવતાની સાથે જ તેણે આ ખામી દૂર કરી. રોહિતે આ મેદાન પર ટી-20માં પણ સદી ફટકારી હતી. દોઢ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતની આ પ્રથમ સદી છે. તેણે અગાઉ સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી 54 ઈનિંગ્સ સુધી તેના બેટમાંથી એક પણ સદી નીકળી નથી. રોહિતે 83 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

Advertisement

Advertisement

શુભમન ગિલે પણ શાનદાર ઈનિંગ રમી

રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં તેની છેલ્લી સદી ફટકારી હતી. આ સાથે રોહિતે વનડે કરિયરમાં પોતાની 30 સદી પૂરી કરી લીધી છે. આ દરમિયાન રોહિતના પાર્ટનર શુભમન ગિલે પણ શાનદાર ઈનિંગ રમી હતી. સદીની નજીક આવતા બંને વચ્ચે ટક્કર ચાલી રહી હતી અને રાહ જોવામાં આવી રહી હતી કે કોણ પહેલા સદી પૂરી કરશે. જોકે રોહિતે સદી પૂરી કરી હતી.

Advertisement

રિકી પોન્ટિંગની બરાબરી કરી

તાજેતરમાં રોહિતની બેટિંગ પર સવાલો ઉઠી રહ્યા હતા. તે રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ખાસ કરીને સીમિત ઓવરોમાં તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ્સ આવતી ન હતી. રોહિતે આ મેચમાં પોતાની ODI કારકિર્દીની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. અગાઉ 2018માં તેણે ઈંગ્લેન્ડ સામે 82 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે રોહિતે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. આ બંનેના નામે હવે વનડેમાં 30-30 સદી છે

જોકે રોહિત સદી પૂરી કર્યાના થોડા સમય બાદ આઉટ થઈ ગયો હતો. રોહિતે આ મેચમાં 85 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેણે ગિલ સાથે 212 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. 2019 વર્લ્ડ કપ પછી વનડેમાં પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.


આપણ  વાંચો- T20 બાદ ODIમાં નંબર વન બની ટીમ ઈન્ડિયા, હવે નજર સ્ટેટ રેન્કિંગ પર..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.