Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝીમ્બાબ્વે સામે શાનદાર જીત સાથે રોહિત શર્માએ તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ

કેપ્ટન રોહિત શર્માએ ઝિમ્બાબ્વે સામે ભારતની 71 રનની શાનદાર જીત સાથે ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્મા બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. ઝિમ્બાબ્વે સામે આ વર્ષે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રોહિત શર્માની આ 21મી જીત હતી, જ્યારે બાબર આઝમે ગયા વર્ષે 20 મેચ જીતીને આ રેકોર્ડ બનાવ્યો હતો.બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને વર્ષ 2021માં à
ઝીમ્બાબ્વે સામે શાનદાર જીત સાથે રોહિત શર્માએ તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ
કેપ્ટન રોહિત શર્માએ ઝિમ્બાબ્વે સામે ભારતની 71 રનની શાનદાર જીત સાથે ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્મા બાબર આઝમનો વર્લ્ડ રેકોર્ડ તોડીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. ઝિમ્બાબ્વે સામે આ વર્ષે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રોહિત શર્માની આ 21મી જીત હતી, જ્યારે બાબર આઝમે ગયા વર્ષે 20 મેચ જીતીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને વર્ષ 2021માં રેકોર્ડ 20 T20 મેચ જીતી હતી, પરંતુ હવે તેનો રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તોડી નાખ્યો છે. T20 વર્લ્ડ કપમાં 4 મેચ જીત્યા બાદ રોહિત શર્માના નામે કુલ 21 જીત છે, આ ટૂર્નામેન્ટ શરૂ થઇ  તે પહેલા આ આંકડો 17 જીતનો હતો.રોહિત અને બાબર સિવાય આ યાદીમાં ત્રીજું નામ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2016માં 15 મેચ જીતી હતી.
T20 વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે પછી નેધરલેન્ડને ધૂળ ચટાડી હતી. પ્રથમ બે મેચ બાદ ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ સામેની જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર જોરદાર વાપસી કરી છે. આ ત્રણેય જીત સાથે રોહિતે બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી, પરંતુ ઝિમ્બાબ્વે સામેની જીત સાથે તેણે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત હવે આ રેકોર્ડને આગળ લઈ જવા ઈચ્છશે.
10 નવેમ્બરે ભારતને એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમવાની છે, જો ભારત આ મેચ જીતી જશે તો ફાઈનલની ટીકીટ લઈ લેશે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાસે આ યાદીમાં વધુ બે જીતનો સમાવેશ કરવાની શાનદાર તક છે.
Advertisement
Tags :
Advertisement

.