Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની બીજી T20 મેચમાં રોહિત કરી શકે છે આ કમાલ

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ વનડેમાં 3-0થી હાર્યા બાદ એવી આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ T20 ફોર્મેટમાં કંઈક શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં અને વેસ્ટ ઈન્ડિઝને T20ની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવતા રોહ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની બીજી t20 મેચમાં રોહિત કરી શકે છે આ કમાલ
ટીમ ઈન્ડિયા વિરુદ્ધ વનડેમાં 3-0થી હાર્યા બાદ એવી આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ T20 ફોર્મેટમાં કંઈક શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં અને વેસ્ટ ઈન્ડિઝને T20ની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પાંચ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવતા રોહિત શર્માએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા 64 રન બનાવ્યા હતા. ત્યારે હવે રોહિત માટે સિરીઝની આ બીજી T20 મેચ ખાસ બની શકે છે. 
T20 સિરીઝની બીજી મેચ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચે રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ ખાસ બની રહી છે. હાલમાં રોહિત શર્માએ T20 ક્રિકેટમાં અત્યાર સુધી 129 મેચ રમીને 3,443 રન બનાવ્યા છે. જો તે આજે રમાનારી બીજી T20 મેચમાં વધુ 57 રન બનાવે છે તો તે T20 આંતરરાષ્ટ્રીયમાં 3500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે. બીજી T20 મેચમાં ભારત જીતનો સિલસિલો જારી રાખવાના ઈરાદા સાથે ઉતરશે, આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની આશા છે. જો ભારત આ મેચ જીતી જશે તો વધુ મેચ જીતવાના મામલે કેપ્ટન રોહિત શર્મા પૂર્વ T20 વર્લ્ડ કપ વિજેતા ડેરેન સેમીને પાછળ છોડી દેશે. 
T20 ક્રિકેટમાં આ ઐતિહાસિક 3500 રન ઉપરાંત, 35 વર્ષીય ખેલાડીને માર્ટિન ગુપ્ટિલના 169 છક્કાના રેકોર્ડને તોડવા માટે માત્ર 11 છક્કાની જરૂર છે. પ્રથમ T20 મેચમાં રોહિતે બે સિક્સર ફટકારી હતી. આ રેકોર્ડ ઉપરાંત, જમણા હાથના બેટ્સમેનને એમએસ ધોની પછી ભારતના બીજા સૌથી સફળ T20I કેપ્ટન બનવા માટે માત્ર 4 વધુ જીતની જરૂર છે. હાલમાં, રોહિતની બેલ્ટ હેઠળ 27 જીત છે, જ્યારે કોહલીએ 30 જીત સાથે તેની T20I કેપ્ટનશીપનો અંત કર્યો છે અને હાલમાં તે યાદીમાં બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ ભારતીય ટીમે જીતી લીધી હતી. જ્યારે અગાઉ ભારતે વનડે શ્રેણીમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.