Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીદ

'બને એટલું ઝડપથી પેકિંગ કરો, આપણે બોર્ડર ક્રોસ કરવાની છે.' સિનિયરે આવીને સમાચાર આપ્યા. રોહનના હાથપગ પાણીપાણી થવા લાગ્યા. મેડિકલ એન્ટ્રન્સ વખતે થયેલા એવી જ રીતે. એણે તો કોઈ દિવસ ડૉકટર બનવાનું સપનું નહોતું જોયું. 'પપ્પા, મારી લાયકાત પ્રમાણે મને ભણવા દો.' ડૉકટરનો દીકરો ડૉકટર જ બનશે એ જીદે આજે સળગતા શહેર વચ્ચે મૂકી દીધો હતો. પાછા જઈને શું! જીવ બચાવવો જરૂરી હતો કે ડીગ્રી? પપ્પા દેખાયા…'મારà
04:38 AM Jul 16, 2022 IST | Vipul Pandya
"બને એટલું ઝડપથી પેકિંગ કરો, આપણે બોર્ડર ક્રોસ કરવાની છે." સિનિયરે આવીને સમાચાર આપ્યા. 
રોહનના હાથપગ પાણીપાણી થવા લાગ્યા. મેડિકલ એન્ટ્રન્સ વખતે થયેલા એવી જ રીતે. એણે તો કોઈ દિવસ ડૉકટર બનવાનું સપનું નહોતું જોયું.
 "પપ્પા, મારી લાયકાત પ્રમાણે મને ભણવા દો." ડૉકટરનો દીકરો ડૉકટર જ બનશે એ જીદે આજે સળગતા શહેર વચ્ચે મૂકી દીધો હતો. પાછા જઈને શું! જીવ બચાવવો જરૂરી હતો કે ડીગ્રી? પપ્પા દેખાયા…
"મારે ઘરે નથી જવું." રોહનના મોઢામાંથી નીકળી ગયું. 
-એકતા નીરવ દોશી
Tags :
GujaratFirstMicrofictionShortStoryStory
Next Article