Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારે વરસાદના કારણે મુંબઈના રોડ-રસ્તાઓ જળમગ્ન, 9 જુલાઈ સુધી રેડ એલર્ટ

દેશના લગભગ દરેક ભાગમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક તડકો. ક્યારેક ગરમીથી રાહત મળે છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે એક ચાલી નજીક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.  મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડà
ભારે વરસાદના કારણે મુંબઈના રોડ રસ્તાઓ જળમગ્ન  9 જુલાઈ સુધી રેડ એલર્ટ
Advertisement
દેશના લગભગ દરેક ભાગમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક તડકો. ક્યારેક ગરમીથી રાહત મળે છે. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે એક ચાલી નજીક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. 

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે અહીં પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે, જ્યારે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં 9 જુલાઈ સુધી રેડ એલર્ટ ચાલુ રહેશે. મુંબઈમાં વરસાદ કેટલો પડ્યો તેનો અનુમાન તમે એ વાત પરથી પણ લગાવી શકો છે કે અહીં અંધેરી સબવેમાં પાણી ભરાઇ જવાથી વાહનોને અવર-જવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
Advertisement

સ્કાયમેટના જણાવ્યા અનુસાર, સક્રિય ચોમાસાની સ્થિતિ આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે. ગુરુવાર અને શુક્રવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં 9 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પાલઘર, પુણે, કોલ્હાપુર અને સતારામાં 8 જુલાઈ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને થાણે 10 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા આ ચેતવણી જારી કરવામાં આવી છે. 
Advertisement

વરસાદના કારણે રાજ્યની નદીઓ તોફાની બનતી જોવા મળી રહી છે. NDRF અને SDRFની ટીમો અનેક જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. કોલ્હાપુરની પંચગંગા નદી ખતરાના નિશાનથી માત્ર 7 ફૂટ નીચે છે. કોલ્હાપુરના સિરોલ તાલુકામાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વર્ષ 2019 અને 2021માં કોલ્હાપુર જિલ્લામાં ભારે પૂર આવ્યું હતું.

IMDના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને પશ્ચિમ મધ્યપ્રદેશની નજીક હવાનું નીચું દબાણ બની રહ્યું છે જેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકલ ટ્રેન સામાન્ય રીતે ચાલી રહી હતી પરંતુ કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે ઉપનગરીય ટ્રેન સેવામાં થોડો વિલંબ થયો હતો. 

મેટ્રોપોલિટન બસ સેવા બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમની બસ સેવાઓ છ સ્થળોએ અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈમાં વધુ વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મુંબઈમાં ભારે વરસાદે દેશની સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈ બીએમસીને ખુલ્લી પાડી દીધી છે. ચોમાસાની શરૂઆત પહેલા BMCએ નદીની સફાઈનું 110% કામ પૂર્ણ કરી લેવાનો દાવો કર્યો હતો. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે સૌની સામે જ છે.
Tags :
Advertisement

.

×