હરિયાણામાં માર્ગ પર સુતેલા લોકો પર ટ્રક ફરી વળ્યો, 3 લોકોએ ગુમાવ્યો જીવ
હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એટલે કે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે PGI રોહતક મોકલવામાં આવ્યા છે. 1 ઘાયલને સારવાર માટે બહાદુરગઢના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. તમામ મૃતકો અને ઘાયલો KMPમાં સમારકામનું કાર્ય કરતા હતા. આ તમામ કર્મચારીઓ કામ કરીને અને રસ્તાના કિનારે સૂઈ
હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એટલે કે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે PGI રોહતક મોકલવામાં આવ્યા છે. 1 ઘાયલને સારવાર માટે બહાદુરગઢના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. તમામ મૃતકો અને ઘાયલો KMPમાં સમારકામનું કાર્ય કરતા હતા.
આ તમામ કર્મચારીઓ કામ કરીને અને રસ્તાના કિનારે સૂઈ ગયા હતા.ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ બેકાબુ ટ્રક નિંદ્રાધીન મજૂરો પર ફરી વાળ્યો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત આસોડા ટોલ પાસે થયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ મજૂરો KMP એક્સપ્રેસ વે પર કામ કરી રહ્યા હતા. આ લોકો આરામ કરવા માટે રસ્તાની બાજુમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન એક સ્પીડમાં આવતા ટ્રકે કાબુ ગુમાવ્યો હતો. રસ્તા પર સુતેલા લોકો પર ટ્રક ફરી વાળ્યો હતો. કેટલાક લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો પરંતુ 14 લોકો આ ટ્રકની અડફેટે આવી ગયા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં 11 લોકો ઘાયલ થયા હતા. 10 લોકોની ગંભીર હાલતને જોતા તેમને PGI રોહતક રિફર કરવામાં આવ્યા હતા.
Advertisement