Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાંદામાં રોડ ભયંકર અકસ્માત, 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં શુક્રવારે ઈનોવા અને ઓટો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો . આ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બાંદા પોલીસે જણાવ્યું હતું કે, બાંદાના નરૈની તરફથી એક ઈનોવા આવી રહી હતી. તેની વિરુદ્ધ દિશામાંથી ટેક્સી આવી રહી હતી અને બંને વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઘટનામાં
05:24 PM Jul 29, 2022 IST | Vipul Pandya

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં શુક્રવારે ઈનોવા અને ઓટો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો . આ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બાંદા પોલીસે જણાવ્યું હતું કે, બાંદાના નરૈની તરફથી એક ઈનોવા આવી રહી હતી. તેની વિરુદ્ધ દિશામાંથી ટેક્સી આવી રહી હતી અને બંને વચ્ચે અકસ્માત થયો હતો. 

આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. ઘટનામાં પાંચ લોકોના મોત પણ થઈ ગયા છે. જ્યારે સારવાર દરમિયાન એક મહિલાનું મોત થઈ ગયું છે. મરનારા લોકો ગિરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની નજીકના રહેવાસી હતી. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. 

પ્રત્યક્ષદર્શીઓએ આપી આ જાણકારી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના બાદ બંને વાહનના છોત્તરા ઉડી ગયા હતા. વાહનોમાં મૃતકોના શબ ફસાયેલા હતા. તેમને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામા આવ્યા હતા. સૂચના મળતા જ પોલીસ બચાવ કાર્યમાં જોતરાઈ ગઈ હતી. 

સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કહ્યું કે,જનપદ બાંદામાં રોડ અકસ્માત થયેલી જાનહાનીથી દુખી છું. મારી સંવેદના શોકાકુલ પરિવાર સાથે છે. પ્રભુ શ્રીરામને પ્રાર્થના કે, દિવંગત આત્માઓને શાંતિ અને ઘાયલો ઝડપથી સાજા થાય.

Tags :
6KilledBandaGujaratFirst
Next Article