Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM નીતિશ કુમારે તેજસ્વીનું આમંત્રણ સ્વીકાર્યું, RJDની ઈફ્તારમાં આપશે હાજરી

બિહારમાં પાંચ વર્ષ બાદ આયોજિત થનારી રાષ્ટ્રીય જનતા દળની ઈફ્તાર પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમાર પણ આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપશે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ દ્વારા નીતિશ કુમારને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. નીતિશ કુમારે તેજસ્વીનું આમંત્રણ સ્વીકાર્à
cm નીતિશ કુમારે તેજસ્વીનું આમંત્રણ સ્વીકાર્યું  rjdની
ઈફ્તારમાં આપશે હાજરી

બિહારમાં પાંચ વર્ષ બાદ આયોજિત થનારી
રાષ્ટ્રીય જનતા દળની ઈફ્તાર પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન
સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમાર પણ આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં
હાજરી આપશે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારમાં વિપક્ષના નેતા
તેજસ્વી યાદવ દ્વારા નીતિશ કુમારને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

Advertisement


નીતિશ કુમારે તેજસ્વીનું આમંત્રણ સ્વીકાર્યું

Advertisement

સીએમ નીતિશ કુમારે તેજસ્વી યાદવનું
આમંત્રણ સ્વીકારી લીધું છે. શુક્રવારે સાંજે પટનામાં રાબડીના ઘરે આરજેડીની
દાવત-એ-ઇફ્તારનું આયોજન કરવામાં આવનાર છે. આરજેડી દ્વારા પાંચ વર્ષ બાદ આયોજિત
કરવામાં આવી રહેલી ઈફ્તાર પાર્ટીનું આમંત્રણ મુખ્યમંત્રી સહિત અનેક પક્ષોના
નેતાઓને મોકલવામાં આવ્યું છે.


Advertisement

ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ

જણાવી દઈએ કે આરજેડીની ઈફ્તાર પાર્ટીનું
આમંત્રણ દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલવામાં આવ્યું છે. તેજ પ્રતાપ યાદવે
શાહને આમંત્રણ મોકલ્યું છે. તેજ પ્રતાપ યાદવે ગુરુવારે શાહને આમંત્રણ મોકલવા અંગે
ટ્વિટ કર્યું હતું. તેજે ટ્વિટ કર્યું હતું કે
, પાટલીપુત્રની પવિત્ર ભૂમિ પર 10 સર્ક્યુલર રોડ પર
આયોજિત તહેવાર માટે રમઝાનના શુભ અવસર પર ગૃહ પ્રધાન અમિત શાહનું હાર્દિક સ્વાગત
છે.

 

Tags :
Advertisement

.