ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીવાબાએ કોંગ્રેસના ઉમેદવારને કર્યા બોલ્ડ

 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની 18,914 મતે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Elections) માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આà
09:31 AM Dec 08, 2022 IST | Vipul Pandya
 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની 18,914 મતે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Elections) માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત મેળવી હતી
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.
રિવાબા જાડેજાનો પરિચય
રીવાબાનો જન્મ અને ઉછેર ગુજરાતના રાજકોટના છે. તેમના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં સક્રિય થતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. અને હવે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર જીત નોંધાવી છે.
આપણ  વાંચો - CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો માન્યો આભાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AssemblyElectionAssemblyElection2022AssemblyElectionResultAssemblyElectionResult2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article