Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનમાં ઋષિ સુનક પણ કેજરીવાલના પંથે, વીજ બિલ પર કર્યો વાયદો

બ્રિટનમાં પીએમ પદની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે અને નેતાઓ જનતાને લોભાવવા માટે નવા વાયદાઓ આપી રહ્યા છે. ભારતમાં પણ ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા અવનવા વાયદાઓ આપવામાં આવે છે ત્યારે બ્રિટનના પીએમ પદ માટેના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના મુખ્યમંત્રીની જેમ વીજળીના બિલમાં છૂટ આપવાનું વચન આપ્યું છે. બ્રિટનમાં બોરિસ જોન્સનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની ચૂંટણી યોજાવાની છે ત્યાàª
બ્રિટનમાં ઋષિ સુનક પણ કેજરીવાલના પંથે  વીજ બિલ પર કર્યો વાયદો
બ્રિટનમાં પીએમ પદની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે અને નેતાઓ જનતાને લોભાવવા માટે નવા વાયદાઓ આપી રહ્યા છે. ભારતમાં પણ ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા અવનવા વાયદાઓ આપવામાં આવે છે ત્યારે બ્રિટનના પીએમ પદ માટેના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના મુખ્યમંત્રીની જેમ વીજળીના બિલમાં છૂટ આપવાનું વચન આપ્યું છે. 
બ્રિટનમાં બોરિસ જોન્સનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની ચૂંટણી યોજાવાની છે ત્યારે બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ મોટી જાહેરાત કરી છે. તેમણે ઘરના વીજળીના બિલમાં લગભગ 200 પાઉન્ડનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે  આમ આદમી પાર્ટીની સત્તા હેઠળ દિલ્હી-પંજાબમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે.
બોરિસ જોન્સનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી યોજાઈ રહી છે. આમાં ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે ભારે સ્પર્ધા છે. તાજેતરના તમામ સર્વેમાં ઋષિ સુનક પાછળ હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં તેમની જાહેરાત ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
એક અખબારમાં તેમણે કહ્યું કે, તેઓ ઊર્જા બિલ પર વેટ ઘટાડશે. આનાથી બિલ પર લગભગ 200 પાઉન્ડની બચત થશે. ઋષી ચુનકના આ વાયદા પર લોકો પર કેવી અસર થાય છે તે હવે જોવાનું રહે છે. 
Advertisement
Tags :
Advertisement

.