Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિષભ પંતને પ્લાસ્ટિક સર્જરી માટે એરલિફ્ટ કરી લઇ જવાશે દિલ્હી

ભારતીય સ્ટાર ક્રિકેટર (Cricketer) રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે કાર અકસ્માત (Accident)નો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ પણ થઈ હતી. અકસ્માત બાદ તરત જ રિષભને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. BCCI અને દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન રિષભના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. DDCAના ડાયરેક્ટર શ્યામ શર્માએ રિષભ પંતને લઈને મોટું અપડેટ આપ્યું છે.રિષભ પંતને એર લà
રિષભ પંતને પ્લાસ્ટિક સર્જરી માટે એરલિફ્ટ કરી લઇ જવાશે દિલ્હી
ભારતીય સ્ટાર ક્રિકેટર (Cricketer) રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે કાર અકસ્માત (Accident)નો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ પણ થઈ હતી. અકસ્માત બાદ તરત જ રિષભને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. BCCI અને દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન રિષભના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. DDCAના ડાયરેક્ટર શ્યામ શર્માએ રિષભ પંતને લઈને મોટું અપડેટ આપ્યું છે.રિષભ પંતને એર લિફ્ટ કરી દિલ્હી લઇ જવાશે
એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ
એવું કહેવામાં આવ્યું છે કે પંતને માથા અને પગમાં સૌથી વધુ ઈજાઓ થઈ છે. આ કારણે તેમના મગજ અને કરોડરજ્જુનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટથી પ્રશંસકો અને ખુદ પંતને મોટી રાહત મળી છે. રિપોર્ટ નોર્મલ આવ્યો છે.
હજું ઘણા ટેસ્ટ બાકી
ડોક્ટરોએ કહ્યું છે કે રિષભ પંતના હજુ ઘણા ટેસ્ટ કરાવવાના બાકી છે. તેના પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ સ્કેન પણ કરાવવાનું હતું. પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે પંતને ખૂબ દુખાવો હતો અને સોજો પણ હતો. હવે આ સ્કેન આજે કરાશે
હાલત હજુ  ઠીક
કાર અકસ્માતમાં રિષભ પંતના ચહેરા પર ઈજા થઈ હતી. ઘણા કપાયેલા ઘા હતા અને કેટલાક સ્ક્રેચ પણ આવ્યા હતા. હવે તેને ઠીક કરવા માટે પંતે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. રિષભ પંતને તેના જમણા ઘૂંટણ અને પગની ઘૂંટીમાં અસ્થિબંધનની સમસ્યા હોઈ શકે છે.ડૉક્ટરોએ જણાવ્યું છે કે પંતની હાલત હજુ પણ ઠીક છે અને તે સારું અનુભવી રહ્યા છે.
એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જઈશું
દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ તેની તબિયત પર નજર રાખવા માટે મેક્સ હોસ્પિટલ દેહરાદૂન જઈ રહી છે, જો જરૂર પડશે તો અમે તેને દિલ્હી શિફ્ટ કરીશું અને શક્યતાઓ વધારે છે કે અમે તેને પ્લાસ્ટિક સર્જરી માટે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જઈશું.  એરલિફ્ટના સમાચારે ચાહકોની ચિંતામાં વધારો કર્યો છે. જો કે, DDCA ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખ્યા બાદ અપડેટ આપી શકે છે. રિષભની માતા અને તેના કેટલાક મિત્રો હોસ્પિટલમાં હાજર છે. રિષભને મળવા આજે કેટલીક મોટી હસ્તીઓ પહોંચી શકે છે.
રિષભ લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે
કાર અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રિષભને લાંબા સમય સુધી ક્રિકેટથી દુર રહેવું પડશે. બીસીસીઆઈએ શુક્રવારે તેની ઈજા અંગે અપડેટ આપી હતી. આ જોઈને સ્પષ્ટ થાય છે કે રિષભને મેદાનમાં આવવામાં ઘણો સમય લાગી શકે છે. હાલમાં રિષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ છે. વિકેટકીપર-બેટ્સમેનને 48 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ હતો અને ઓર્થો અને ન્યુરો બંને ટીમો દ્વારા તેનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવતું હતું. હાલમાં તેમને હોસ્પિટલના બીજા માળે સ્થિત ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.