Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિષભ પંતને આ ભૂતપૂર્વ ક્રિકેટરે લગાવ્યો 1.63 કરોડનો ચૂનો, સમગ્ર માહિતી જાણી ચોંકી જશો તમે

મોંઘી ઘડિયાળો સસ્તી અપાવવાના નામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. તેની સાથે છેતરપિંડી કરનાર બીજું કોઈ નથી પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર જ છે. જીહા, હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ પર મોટી બ્રાન્ડની ઘડિયાળો સસ્તી અપાવવાના નામે રિષભ પંત સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આટલું જ નહીં, આ ભારતીય વિકેટ કીપર બેટ્સમેને એવો પણ આરોપ લગાવ્યો છે કે મૃણાàª
રિષભ પંતને આ ભૂતપૂર્વ ક્રિકેટરે લગાવ્યો 1 63 કરોડનો ચૂનો  સમગ્ર માહિતી જાણી ચોંકી જશો તમે
મોંઘી ઘડિયાળો સસ્તી અપાવવાના નામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. તેની સાથે છેતરપિંડી કરનાર બીજું કોઈ નથી પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર જ છે. 
જીહા, હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ પર મોટી બ્રાન્ડની ઘડિયાળો સસ્તી અપાવવાના નામે રિષભ પંત સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આટલું જ નહીં, આ ભારતીય વિકેટ કીપર બેટ્સમેને એવો પણ આરોપ લગાવ્યો છે કે મૃણાકે તેની મોંઘી એસેસરીઝ અને જ્વેલરી વગેરે ઉધારમાં લીધી હતી, જે પછી ક્યારેય પરત કરી નથી. મૃણાક પણ 2018 IPL ઓક્શનનો ભાગ હતો પરંતુ તેને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. આરોપ મુજબ તેણે રિષભ પંત સાથે 1 કરોડ 63 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. રિપોર્ટ અનુસાર, પંતના મેનેજરે મૃણાક સિંહ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મેનેજરના કહેવા પ્રમાણે તેણે ગત વર્ષે 1 કરોડ 63 લાખની છેતરપિંડી કરી હતી.
મૃણાક સિંહ હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. મુંબઈ પોલીસે તેની એક બિઝનેસમેન સાથે છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરી છે. મૃણાકે રિષભ પંત સાથે છેતરપિંડી કરતા પહેલા કેટલાક ચેક આપ્યા હતા જે બાદમાં બાઉન્સ થયા હતા. રિષભના વકીલ એકલવ્ય દ્વિવેદીએ જણાવ્યું કે, 2021માં મૃણાકે રિષભનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેણે એક મોટી બ્રાન્ડના સામાનનો બિઝનેસ શરૂ કર્યો છે. આ જ કારણ છે કે તેમને મોંઘા અને લક્ઝરી જ્વેલરી, ઘડિયાળો વગેરે વસ્તુઓ સસ્તી મળે છે.
મૃણાક સિંહની મહારાષ્ટ્રની જુહુ પોલીસે ધરપકડ કરી હતી. તેના પર 6 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ હતો. રિષભ પંત આ ક્રિકેટર મૃણાક સિંહ પાસેથી મોંઘી ઘડિયાળ ખરીદવા માંગતો હતો, જેના માટે તેણે 36 લાખ રૂપિયાથી વધુ આપ્યા હતા. આ સિવાય પંત દ્વારા બીજી ઘડિયાળ માટે 62 લાખ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર રિષભ પંતે આપેલી ફરિયાદમાં તમામ ઘડિયાળોની કિંમત જણાવવામાં આવી છે. રિષભ પંત IPL 2022માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પંતને આ ફ્રેન્ચાઈઝીએ રૂ.16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જોકે, આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી.
Advertisement
Tags :
Advertisement

.