Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઋષભ પંતને લઈ આવ્યા મોટા સમાચાર,ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો

ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંત વર્ષ 2023માં મોટા ભાગનો સમય ક્રિકેટથી દૂર રહે તેવી સંભાવના છે. તે આગામી છ મહિનો તો મેદાન પર જોવા મળશે નહીં તેવી શક્યતા છે. તે પહેલાથી આઈપીએલ સહિત અનેક મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 30 ડિસેમ્બરે થયેલા કાર અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેમાં તેના ઘુંટણમાં ઈજા થઈ છે. ઘુંટણમાં ત્રણ મુખ્ય લિગામેન્ટને ઈજા પહોંચી હતીઈએસપીએનક્રિકઇ
ઋષભ પંતને લઈ આવ્યા મોટા સમાચાર ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
ભારતીય વિકેટકીપર બેટર રિષભ પંત વર્ષ 2023માં મોટા ભાગનો સમય ક્રિકેટથી દૂર રહે તેવી સંભાવના છે. તે આગામી છ મહિનો તો મેદાન પર જોવા મળશે નહીં તેવી શક્યતા છે. તે પહેલાથી આઈપીએલ સહિત અનેક મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 30 ડિસેમ્બરે થયેલા કાર અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેમાં તેના ઘુંટણમાં ઈજા થઈ છે. 
ઘુંટણમાં ત્રણ મુખ્ય લિગામેન્ટને ઈજા પહોંચી હતી
ઈએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ જે મેડિકલ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિકેટકીપર બેટરના ઘુંટણમાં ત્રણ મુખ્ય લિગામેન્ટને ઈજા પહોંચી હતી, જેમાંથી બેની સર્જરી થઈ ચુકી છે, જ્યારે ત્રીજાની સર્જરી છ સપ્તાહ બાદ થશે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા પંત આગામી છ મહિના પહેલા મેદાન પર વાપસી કરે તેની સંભાવના ખુબ ઓછી છે. 
મુંબઈમાં ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 
આ કારણે રિષભ પંત ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર BCCI ક્રિકેટ વિશ્વકપમાંથી પણ દૂર રહેશે, કારણ કે જો તે વાપસી કરે છે તો પણ ત્યારે મોડુ થઈ ગયું હશે. રૂડકીમાં તેની કારનો અકસ્માત થયો હતો, જેમાં તેના શરીર પર ઈજા થઈ હતી અને ઘુંટણની સમસ્યા હતી, જેની સારવાર મુંબઈમાં ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી છે. 
શ્રીલંકા સામેની ઘરેલૂ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો
ડોક્ટરો દ્વારા હજુ સુધી કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી કે પંતને ફરી ટ્રેનિંગ શરૂ કરવામાં કેટલો સમય લાગશે, પરંતુ બીસીસીઆઈ અને પસંદકીરાકોનું આકલન છે કે પંત છ મહિના માટે તો બહાર રહેશે. પંત જે છેલ્લે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો, તેને શ્રીલંકા સામેની ઘરેલૂ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.