ઋષભ પંતે 40 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો, ફટકારી સૌથી ફાસ્ટ ફિફટી
ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની
ટેસ્ટ શ્રેણી રમી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી
છે અને ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપની નજીક છે. આ શ્રેણીમાં ટીમના
વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે 40 વર્ષ જુનો
રેકોર્ડ તોડી નાખ્યો છે. ઝડપી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે એક
મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પંત હવે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી
ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે કપિલ દેવ, શાર્દુલ ઠાકુર અને
વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. બીજી ટેસ્ટના બીજા દિવસે
મેદાન પર પંતનું તોફાન જોવા મળ્યું હતું. આ બેટ્સમેને શ્રીલંકાના બોલરોનો જોરદાર
ક્લાસ લીધો અને ટીમને સારી લીડ મેળવવામાં પણ મદદ કરી.
માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી
બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા
માટે બેટિંગ કરી રહેલા રિષભ પંતે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી છે. ભારતનો અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી આવું
કારનામું કરી શક્યો નથી. આ પહેલા આ રેકોર્ડ અનુભવી કેપ્ટન કપિલ દેવના નામે હતો, જેણે 30 બોલમાં ફિફ્ટી
ફટકારી હતી. આ સાથે જ શાર્દુલ ઠાકુરના નામ પણ માત્ર 31 બોલમાં ફિફ્ટી છે.
આવી સ્થિતિમાં પંતે એક જ ઝાટકે 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ 12 માર્ચે બેંગ્લોરના
મેદાનમાં રમાઈ રહી છે.. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે એક ઈતિહાસ રચશે. ભારતીય
ટીમ ઘરઆંગણે સતત 15મી ટેસ્ટ શ્રેણી જીતશે. ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના મામલે
ભારતીય ટીમની નજીક પણ કોઈ નથી. ભારત ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણી હારી
ગયું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. ત્યારપછી ભારતે
એકપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. રોહિત શર્મા આ મેચ જીતીને આ રેકોર્ડ જાળવી રાખવા
માંગશે.
ભારતે પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા
ભારતીય ટીમે શ્રેયસ અય્યર શાનદાર
ઈનિંગના આધારે પ્રથમ દાવમાં સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની
શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મયંક અગ્રવાલ સતત બીજી મેચમાં ભારત માટે કોઈ ચમત્કાર
બતાવી શક્યો નહોતો. તે માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. તે પછી રોહિત પણ કોઈ
કરિશ્મા બતાવી શક્યો ન હતો. તે 15 રન બનાવીને લસિથ એમ્બુલડેનિયાનો શિકાર બન્યો હતો. જ્યારે હનુમા વિહારી 31 અને વિરાટ કોહલી 23 રન બનાવીને આઉટ થયા
હતા. પરંતુ શ્રેયસ અય્યરે નીચલા બેટ્સમેનો સાથે મળીને ટીમને સન્માનજનક સ્કોર સુધી
પહોંચાડી હતી. અય્યરે 92 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં તેણે 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય રિષભ પંતે
પણ 39 રનની ઇનિંગ રમી હતી.