Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફાયનલમાં હાર બાદ ફ્રાન્સમાં તોફાનો, ચાહકોએ કરી તોડફોડ અને આગચંપી

આર્જેન્ટિના (Argentina)એ ફાઇનલમાં ફ્રાન્સ (France)ને હરાવીને ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)2022નો ખિતાબ જીતી લીધો છે. પેનલ્ટી શૂટઆઉટ સુધી ચાલેલી આ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં હાર બાદ ફ્રાન્સના ચાહકોમાં ભારે ગુસ્સો અને આક્રોષ ફાટી નિકળ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. પેરિસમાં ચાહકોનો ગુસ્સોઅહેવાલો અનુસાર, આર્જેન્ટિનાના હાથે હાર બાદ પેરિસમાં ભીષણ હિàª
ફાયનલમાં હાર બાદ ફ્રાન્સમાં તોફાનો  ચાહકોએ કરી તોડફોડ અને આગચંપી
આર્જેન્ટિના (Argentina)એ ફાઇનલમાં ફ્રાન્સ (France)ને હરાવીને ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)2022નો ખિતાબ જીતી લીધો છે. પેનલ્ટી શૂટઆઉટ સુધી ચાલેલી આ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં હાર બાદ ફ્રાન્સના ચાહકોમાં ભારે ગુસ્સો અને આક્રોષ ફાટી નિકળ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે.
 પેરિસમાં ચાહકોનો ગુસ્સો
અહેવાલો અનુસાર, આર્જેન્ટિનાના હાથે હાર બાદ પેરિસમાં ભીષણ હિંસા થઈ હતી અને ચાહકોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. અહીં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
મેચ જોવા હજારો લોકો રસ્તા પર 
ફિફા વર્લ્ડ કપની ફાઈનલ માટે ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં મોટી સ્ક્રીન પર વર્લ્ડ કપની ફાઇનલ જોવામાં આવી રહી હતી, આ દરમિયાન મેચનું વાતાવરણ ગરમ થતાં ચાહકોના ધબકારા પણ વધી ગયા હતા.
હાર બાદ સ્થિતિ બેકાબૂ
પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હારનો સામનો કરવો પડ્યો કે તરત જ સ્થિતિ બેકાબૂ બની ગઈ અને અલગ-અલગ શહેરોમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા. પેરિસ ઉપરાંત લોયનમાં પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, અહીં પણ ચાહકોએ વાહનોને આગ ચાંપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.