Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવકની નોંધાઈ

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચાને  લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રા
12:40 PM Feb 10, 2023 IST | Vipul Pandya
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. 
સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચાને  લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે.જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે. 20 કિલોના આશરે 1500 થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો ભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે 
તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે.ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2500 થી 3000 રૂપિયા સુધી મળતા હતા જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 4000 થી 5000 રૂપિયા સુધી મળી રહ્યા છે. 
ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ વખતે મરચાના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે.  
હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા,702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે, તો ગોંડલમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.
આપણ  વાંચો- પક્ષીઓ પણ પોરબંદરપ્રેમી,છેલ્લા સાત વર્ષ કરતાં આ વર્ષે મહેમાનમાં મોટો વધારો!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ChiliExportcountriesFarmersGondalGujaratGujaratFirstMarketingYardSaurashtra
Next Article