Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેસેન્જર વ્હીકલનું છૂટક વેચાણ માર્ચમાં 5 ટકા ઘટીને 2,71,358 યુનિટ થયું: FADA

ઓટો મોબાઈલ ડીલર્સની સંસ્થા FADAએ મંગળવારે જણાવ્યું હતું કે માર્ચમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 4.87 ટકા ઘટીને 2,71,358 યુનિટ થયું હતું. FADAએ પણ અહેવાલ આપ્યો છે કે માર્ચ 2021માં સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2,85,240 યુનિટ હતું.FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ કહ્યું છે કે બજારમાં પેસેન્જરની માંગ ઊંચા સ્તરે છે. સેમી કંડક્ટરના પુરવઠામાં હજુ પણ સમસ્યા યથાવત છે. વાહન ખરીàª
પેસેન્જર વ્હીકલનું છૂટક વેચાણ માર્ચમાં 5 ટકા ઘટીને 2 71 358 યુનિટ થયું  fada
ઓટો મોબાઈલ ડીલર્સની સંસ્થા FADAએ મંગળવારે જણાવ્યું હતું કે માર્ચમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 4.87 ટકા ઘટીને 2,71,358 યુનિટ થયું હતું. FADAએ પણ અહેવાલ આપ્યો છે કે માર્ચ 2021માં સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2,85,240 યુનિટ હતું.
FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ કહ્યું છે કે બજારમાં પેસેન્જરની માંગ ઊંચા સ્તરે છે. સેમી કંડક્ટરના પુરવઠામાં હજુ પણ સમસ્યા યથાવત છે. વાહન ખરીદદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. જોકે, ગયા મહિનાની સરખામણીએ સપ્લાયની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનમાં લાગુ કરાયેલ લોકડાઉન સેમિકન્ડક્ટરના સપ્લાય પર ફરીથી તેની અસર બતાવી શકે છે. જેના કારણે વાહનની ડિલિવરી કરવામાં મુશ્કેલી આવી શકે છે.
FADA અનુસાર, માર્ચ મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 4.02 ટકા ઘટીને 11,57,681 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉ એટલે કે માર્ચ 2021માં 12,06,191 યુનિટ હતું. આ અંગે FADAના વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે ઓછી માંગને કારણે ટુ-વ્હીલર સેગમેન્ટ પહેલેથી જ દબાણમાં છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે ટુ-વ્હીલરના વેચાણમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.
FADA અનુસાર, કોમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 14.91 ટકા વધીને 77,938 યુનિટ થયું હતું જે માર્ચ 2021માં 67,828 યુનિટ હતું. થ્રી વ્હીલરના વેચાણમાં પણ માર્ચ 2022માં વાર્ષિક ધોરણે 26.61 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે માર્ચ 2021માં 38,135 યુનિટ્ની સરખામણીએ 48,284 યુનિટ્સ પર રહી છે. માર્ચ મહિનામાં દેશમાં કુલ છૂટક વાહનોના વેચાણમાં 2.87 ટકાનો ઘટાડો થયો છે અને તે માર્ચ 2021માં 16,66,996 યુનિટની સરખામણીએ 16,19,181 યુનિટ છે.
Advertisement
Tags :
Advertisement

.