Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્ચમાં છૂટક ફુગાવાનો દર વધીને 6.95% થયો, છેલ્લા 17 મહિનાનો રેકોર્ડ તોડ્યો

દેશના લોકો અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ, રાંધણ ગેસ સહિતની તમામ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના કારણે દેશના લોકો હેરાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે દેશના સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે અન્ય એક મોટો ઝટકો લાગ્યો છે. જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેની સાથે જ મોંઘવારી પણ વધી રહી છે. ત્યારે દેશમાં માર્ચ મહિનામાં મોંઘવારીએ નવો રેકોર્ડ બનાવà
માર્ચમાં છૂટક ફુગાવાનો દર વધીને 6 95  થયો  છેલ્લા 17 મહિનાનો રેકોર્ડ તોડ્યો
દેશના લોકો અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ, રાંધણ ગેસ સહિતની તમામ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના કારણે દેશના લોકો હેરાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે દેશના સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે અન્ય એક મોટો ઝટકો લાગ્યો છે. જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેની સાથે જ મોંઘવારી પણ વધી રહી છે. ત્યારે દેશમાં માર્ચ મહિનામાં મોંઘવારીએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
વિવિધ અહેવાલોમાં જે અનુમાન લગાવાયું હતું તે પ્રમાણે જ માર્ચ મહિનામાં પણ છૂટક ફુગાવો વધ્યો છે. માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 6.95% થયો હતો, જે છેલ્લા 17 મહિનામાં સૌથી વધુ છે. એટલે કે માર્ચમાં મોંઘવારીએ છેલ્લા 17 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે પહેલા ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો 6.07 ટકાના દરે વધ્યો હતો. 
RBIના સંતોષકારક સ્તરથી ઉપર
મોંઘી ખાદ્ય ચીજોને કારણે માર્ચમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. માર્ચમાં છૂટક ખાદ્ય ફુગાવો 7.68 ટકા હતો. અગાઉ ફેબ્રુઆરીમાં તે 5.85 ટકા હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે રિટેલ ફુગાવો આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. આરબીઆઈએ મોંઘવારી દર માટે 6%ની ઉપરી મર્યાદા નક્કી કરી છે. માર્ચ મહિનામાં સૌથી મોટો વધારો ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં થયો છે. આરબીઆઇ  તેની દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં મુખ્યત્વે છૂટક ફુગાવાના આંકડા પર ધ્યાન આપે છે.
સતત ત્રણ મહિનાથી વધારો
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) દ્વારા માપવામાં આવેલો ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં 6.07% હતો. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 6.01% નોંધાયો હતો. તો માર્ચ 2021માં છૂટક ફુગાવાનો દર 5.52% હતો. ખાદ્ય ફુગાવો માર્ચ 2022માં વધીને 7.68 ટકા થયો હતો જે ફેબ્રુઆરીમાં 5.85 ટકા હતો. 
ફુગાવાના દરમાં વધારો થવાનું કારણ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ હતી. તેના કારણે વૈશ્વિક સ્તરે અનાજ ઉત્પાદન, ખાદ્યતેલનો પુરવઠો અને ખાતરની નિકાસને અસર થઈ છે. જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વનસ્પતિ તેલ પામ તેલના ભાવ આ વર્ષે લગભગ 50% વધ્યા છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થતો વધારો ગરીબી રેખા નીચે જીવતા લાખો લોકો દ્વારા વધુ અનુભવાય રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.