ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાના વુડાના મકાનોના રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, જુઓ કેવી હાલત છે

આજથી નવ વર્ષ પૂર્વે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા માધવ નગર દુર્ઘટના ને યાદ કરતા આજે પણ લોકો ના રુવાડાં ઉભા થઇ જાય છે ત્યારે ફરી એક વાર જર્જરિત ઇમારત સેંકડો લોકોનો ભોગ લે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.વડોદરાના  ગોત્રી વિસ્તારમાં આવેલા દીનદયાળ નગરમાં મોતને માથે રાખી રહેતા રહીશો બે હાથ જોડી ને સરકાર ને મદદ માટે અરજ કરી રહ્યા છે.વડોદરામાં 9 વર્ષ પૂર્વે વુડાની ઇમારતો ધરાવતા માàª
06:45 AM Apr 08, 2022 IST | Vipul Pandya
આજથી નવ વર્ષ પૂર્વે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા માધવ નગર દુર્ઘટના ને યાદ કરતા આજે પણ લોકો ના રુવાડાં ઉભા થઇ જાય છે ત્યારે ફરી એક વાર જર્જરિત ઇમારત સેંકડો લોકોનો ભોગ લે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.વડોદરાના  ગોત્રી વિસ્તારમાં આવેલા દીનદયાળ નગરમાં મોતને માથે રાખી રહેતા રહીશો બે હાથ જોડી ને સરકાર ને મદદ માટે અરજ કરી રહ્યા છે.

વડોદરામાં 9 વર્ષ પૂર્વે વુડાની ઇમારતો ધરાવતા માધવનગરની બે જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ હતી.સ્થાનિક લોકો દ્વારા આ ઇમારતો ધરાશાયી જોખમી છે તેવી રજુઆત જવાબદાર અધિકારીઓ ને અગાઉથી કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીના અધિકારીઓએ અને નિષ્ઠુર નેતાઓએ રજૂઆતને ધ્યાન પર લેવાનું ટાળ્યું હતું અને જેના પરિણામે માધવ નગરની દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટનામાં સેંકડો લોકો મોતને ભેટયા હતા. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અને 22 વર્ષ પહેલા નિર્માણ થયેલ વુડાની ઈમારત ધરાવતા દીનદયાળ નગર માં 504 પરિવાર વસવાટ કરે છે. શરૂઆતથી જ હલકી કક્ષાના મટીરીયલ સાથે બાંધવામાં આવેલ વુડાની ઈમારતોના કાંકરા ખરતા રહ્યા છે.

જે તે સમયે માધવ નગરની ઘટના ઘટી હતી ત્યારે સરકારી બાબઓએ વડોદરા શહેરમાં આવેલી વુડાની તમામ ઇમારતો બાબતે રસ દાખવી ચકાસણી કરી હતી પરંતુ ઘટનાને જેમજેમ સમય વીતતો ગયો તેમતેમ સ્થિતિ જેસેથે બની ગઇ હતી  અને આજે ફરી એક વાર ગરીબ નાગરિકો મોતને માથે રાખી ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ગોત્રી દીનદયાળ નગર ની 504 પરિવારની વસવાટ ધરાવતી વુડાની ઇમારતો જર્જરિત બની છે ત્યારે જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોતું હોય તેમ દીનદયાળ નગર ની ઇમારતો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. ઇમારતમાં રહેનાર લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે, તેમજ મજબૂર છે, માટે તેમની પાસે રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા નથી. તે જાણે છે કે ક્યારેય પણ ઇમારત ધરાશાય થઈ શકે છે અને મોતને ભેટવાનો વારો આવી શકે છે ત્યારે જાએ તો જાએ કહા તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ મેળા સહિત કેટકેટલીય યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે પરંતુ સરકારના બાબુઓ ના કારણે જો ગરીબ જ જીવતો નહીં રહે તો તમામ યોજનાઓ અને સરકારના દાવા નિષ્ફળ સાબિત થશે.ત્યારે સરકારે જર્જરિત ઇમારતો માં રહેતા ગરીબ નાગરિકો ની વ્યથા તરફ એક નજર નાખી તેમની સમસ્યા નું નિવારણ લાવવું અનિવાર્ય બન્યું છે.

Tags :
DilapidatedConditionGujaratFirstVadodaravudahousing
Next Article