Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામોલમાં સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરનાર ઝડપાયો

અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચે એક બે નહીં પરંતુ 6 વાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું ખુલ્યું છે.રામોલ પોલીસે આ ગુનામાં પવન ખટીક નામના યુવકની ધરપકડ કરી છે. રામોલનાં સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાના ઘરની નજીકમાં આવેલી એક દુકાનમાં કામ કરતા આ યુવકે છેલ્લા બે મહિનામાં છ વખત સગીà
09:15 AM Sep 08, 2022 IST | Vipul Pandya
અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચે એક બે નહીં પરંતુ 6 વાર પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું ખુલ્યું છે.
રામોલ પોલીસે આ ગુનામાં પવન ખટીક નામના યુવકની ધરપકડ કરી છે. રામોલનાં સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાના ઘરની નજીકમાં આવેલી એક દુકાનમાં કામ કરતા આ યુવકે છેલ્લા બે મહિનામાં છ વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. થોડા દિવસ પહેલા સગીરા ગુમ થતા પિતાએ રામોલ પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની તપાસમાં સગીરા આરોપી યુવક સાથે મળી આવી હતી.
સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના ઘરની સામે કામ કરતા યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે પોતાના અને મિત્રના ઘરે સગીરાને લઇ જઇને તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા. આ મામલે રામોલ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા આરોપીએ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Tags :
caughtinRamolGujaratFirstRepeatedrape
Next Article