Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણીતા સિંગર વાણી જયરામનું 77 વર્ષની ઉંમરે નિધન, સિનેમા જગતમાં શોકની લાગણી

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત ગાયિકા વાણી જયરામનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમને તાજેતરમાં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમનું આજે નિધન થતા સંગીત જગતમાં શોકની લાગણી અનુભવાઈ રહી છે. વાણી જયરામ ઘરે મૃત હાલતમાં મળી આવ્યાવાણી જયરામ ચેન્નાઈના નુàª
જાણીતા સિંગર વાણી જયરામનું 77 વર્ષની ઉંમરે નિધન  સિનેમા જગતમાં શોકની લાગણી
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત ગાયિકા વાણી જયરામનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમને તાજેતરમાં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમનું આજે નિધન થતા સંગીત જગતમાં શોકની લાગણી અનુભવાઈ રહી છે. 
વાણી જયરામ ઘરે મૃત હાલતમાં મળી આવ્યા
વાણી જયરામ ચેન્નાઈના નુંગમ્બક્કમના હેડોસ રોડ ખાતેના તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર તેમના કપાળ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. વાણી જયરામે વિવિધ ઉદ્યોગોના કેટલાક મોટા સંગીતકારો સાથે કામ કર્યું છે અને સદાબહાર ચાર્ટબસ્ટર્સ આપ્યા છે. પ્રતિભાશાળી ગાયિકા પાસે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલુ અને ઉડિયામાં ઘણા ગીતો છે, તેણીએ ત્રણ વખત શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે. તેમને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ મળ્યા છે.
Advertisement

લગભગ 10,000 ગીતોમાં આપ્યો છે અવાજ
1971માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વાણીએ લગભગ 5 દાયકાને વટાવ્યા અને 77 વર્ષની વયે તેમનું નિધન થયું. તેમણે લગભગ 10,000 ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. “બોલે રે પપીહરા”, હમકો મન કી શક્તિ દેના, મેરે તો ગિરધર ગોપાલ જેવા શ્રેષ્ઠ સંગીતને પોતાનો અવાજ આપ્યો હતો, તે હવે આ દુનિયામાં નથી રહ્યા. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા વાણી જયરામ 4 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. 2023 પ્રજાસત્તાક દિવસ પર, વાણીજીને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમના આકસ્મિક મૃત્યુના સમાચારથી સમગ્ર ભારતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
વસાયિક ગાયિકા તરીકે 50 વર્ષ કર્યા પૂર્ણ 
વાણી જયરામે તાજેતરમાં એક વ્યાવસાયિક ગાયિકા તરીકે 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને 10,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે, એમએસ ઇલૈયારાજા, આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈય્યર અને મદન મોહન સહિતના જાણીતા સંગીતકારો સાથે તેઓ કામ કરી ચુક્યા છે. 25 સપ્ટેમ્બર 2018 ના રોજ, તેમના પતિ ટીએસ જયરામનનું 79 વર્ષની વયે અવસાન થયું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.