Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહનવાઝ હુસૈનને રાહત, દિલ્હી હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની રોક

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મની એફઆઈઆર નોંધવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ કોર્ટે નોટિસ પણ જારી કરી છે. સુપ્રીમ કોર્ટ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં ફરી સુનાવણી કરશે.ઉલ્લેખનિય છે  કે 2018ના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને FIR નોંધવા અને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે શાહનવાઝ હુસૈને આ આરોપ
શાહનવાઝ હુસૈનને રાહત  દિલ્હી હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની રોક
ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે દુષ્કર્મની એફઆઈઆર નોંધવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ કોર્ટે નોટિસ પણ જારી કરી છે. સુપ્રીમ કોર્ટ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં ફરી સુનાવણી કરશે.
ઉલ્લેખનિય છે  કે 2018ના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને FIR નોંધવા અને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે શાહનવાઝ હુસૈને આ આરોપને ખોટો ગણાવ્યો છે.
 2018માં એક મહિલાએ શાહનવાઝ હુસૈન પર આરોપ લગાવ્યો હતો કે હુસૈને દિલ્હીના છતરપુર સ્થિત ફાર્મ હાઉસમાં તેની સાથે રેપ કર્યો હતો. આ સિવાય હુસૈને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે નીચલી કોર્ટમાં કહ્યું હતું કે શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કોઈ કેસ કરવામાં આવ્યો નથી. જો કે, તે સમયે પણ કોર્ટે પોલીસની દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે કોગ્નિઝેબલ ગુનાનો કેસ છે.
Advertisement
Tags :
Advertisement

.