Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેશાબમાં બળતરા થાય કે લોહી પડે ત્યારે ઘરે શું કરશો?

પેશાબના રંગ પરથી સ્વાસ્થ્ય સારું છે કે નહીં એ વિશે અનેક ઘણી ખબર પડી શકે છે. પેશાબમાં લોહી આવવું એ એક ગંભીર બીમારીનો સંકેત આપે છે. પુરુષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ક્યારેક-ક્યારેક વ્યક્તિને પોતાને જાણ થતી હોતી નથી. પેશાબમાં લોહી પડતું હોય તો, આ વાતને સહેજ પણ ઈગ્નોર ન કરશો. તરત જ ડોક્ટરને બતાવો અને ટ્રિટમેન્ટ શરૂ કરો. ડોક્ટર માઇક્રોસ્કોપની મદદથી આ વસ્તુની તપાસ કરતા હોય છે જેને માઇક
01:49 PM Oct 07, 2022 IST | Vipul Pandya
પેશાબના રંગ પરથી સ્વાસ્થ્ય સારું છે કે નહીં એ વિશે અનેક ઘણી ખબર પડી શકે છે. પેશાબમાં લોહી આવવું એ એક ગંભીર બીમારીનો સંકેત આપે છે. પુરુષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. 
ક્યારેક-ક્યારેક વ્યક્તિને પોતાને જાણ થતી હોતી નથી. પેશાબમાં લોહી પડતું હોય તો, આ વાતને સહેજ પણ ઈગ્નોર ન કરશો. તરત જ ડોક્ટરને બતાવો અને ટ્રિટમેન્ટ શરૂ કરો. ડોક્ટર માઇક્રોસ્કોપની મદદથી આ વસ્તુની તપાસ કરતા હોય છે જેને માઇક્રોસ્કોપિક હેમાટ્યુરિયા કહેવામાં આવે છે. જાણો પેશાબમાં લોહી આવે ત્યારે તમને કયા સંકેતો મળે છે.
મુત્રાશયમાં સંક્રમણને કારણે પેશાબમાં લોહી આવી શકે છે. આ સાથે જ વારંવાર પેશાબ કરવા જવું, પેશાબમાં બળતરા અને દુખાવા તકલીફો થતી હોય તો, આ વાત પણ ઈન્ફ્કશન તરફ ઇશારો કરે છે. જેથી લક્ષણો દેખાતા જ તરત જ ડોક્ટરને કન્સ્ટલ્ટ કરો.
પ્રોસ્ટેટ ગ્રંથિ જે મુત્રાશયની નીચે અને મળાશયની નજીક હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ વીર્યનું ઉત્પાદન કરે છે. જ્યારે આ ગ્રંથિ વધી જાય છે ત્યારે પેશાબ કરતી વખતે લોહી આવવાના ચાન્સ વધી જાય છે.
પેશાબમાં લોહી પડવાનું એક કારણ પથરી પણ હોઇ શકે છે. આ સ્થિતિમાં વારંવાર પેટમાં દુખાવો, પેશાબમાં વાસ, ઉલટી અને કમર નીચેના ભાગમાં દુખાવા જેવી સમસ્યા રહે છે. તમારા શરીરમાં તમને આ ફેરફાર દેખાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આ સમસ્યામાંથી બહાર આવો.
પેશાબમાંથી પડતું લોહી મટાડવા શું કરશો?
  • કીડનીમાં પથરી હોય તો પ્રવાહીનું સેવન વધુ કરતા રહો. 
  • આ સિવાય પશુ પ્રોટીન સંબંધીત ખોરાક પર કંટ્રોલ કરો. 
  • પેશાબમાં બળતરા હોય ત્યારે ખાસ કોલ્ડ ડ્રિંક ન પીશો.
  • સોડિયમની માત્રા ઓછી લો. 
  • જ્યારે પણ એમ લાગે કે પેશાબમાં લોહી આવે છે તો તમે પહેલા તરત જ ડોક્ટરને બતાવો અને ટ્રીટમેન્ટ લો.
Tags :
GujaratFirstHealthCareHealthTipsTipsUrineInfection
Next Article