રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 19 લાખ કરોડનું માર્કેટ વેલ્યુ પાર કરનાર પ્રથમ ભારતીય કંપની બની
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુ બુધવારે 19 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની છે.માર્કેટ કેપ 19 લાખ કરોડશેરબજારમાં ઘટાડાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 20 રૂપિયાના ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ બાદમાં શેરમાં ખરીદી પાછી ફરી અને શેર રૂ.2826 પર પહોંચી ગયો. રિલાય
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુ બુધવારે 19 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની છે.
માર્કેટ કેપ 19 લાખ કરોડ
શેરબજારમાં ઘટાડાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 20 રૂપિયાના ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ બાદમાં શેરમાં ખરીદી પાછી ફરી અને શેર રૂ.2826 પર પહોંચી ગયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.19 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનના ઐતિહાસિક સ્તરને પાર કરનારી દેશની પ્રથમ કંપની બની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન કંપનીના શેરમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચથી શેરમાં 25 ટકાનો વધારો થયો છે.
બ્રોકરેજ હાઉસ રિલાયન્સ પર તેજી
શેરબજારના નિષ્ણાતોના મતે સિંગાપોર GRM (ગ્રોસ રિફાઇનિંગ માર્જિન)માં રેકોર્ડ ઉછાળાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર વધી રહ્યો છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ જેફરીઝે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3400 રૂપિયા સુધી જઈ શકે છે. જેફરીઝના મતે, 2021માં નિફ્ટીની સરખામણીમાં રિલાયન્સના શેરે ખરાબ દેખાવ કર્યો છે. રિટેલ અને ટેલિકોમ બિઝનેસના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 36 ટકા વધશે.
Goldman Sachs analystsએ તેમના અહેવાલમાં કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર નવી ઊંચાઈને સ્પર્શી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર તેના વર્તમાન સપાટીથી 83 ટકા સુધીની ઊંચાઈને સ્પર્શી શકે છે. બેઝ કેસમાં, કંપનીના શેરમાં 35 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે અને તે 3,185 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.
Advertisement