Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંહ પ્રેમીઓમાં આનંદો, ગીર નેચર સફારીને પ્રવાસીઓ માટે મુકાયું ખુલ્લું

ગુજરાતનુ( gujrat) ગૌરવ અને ગુજરાતની શાન એવા સિંહને જોવા માત્રથી મન ખુશખુશાલ થઇ જાય અને તેમાં પણ જો સિંહની ગર્જના સંભળાય તો . આ હા હા. વાત જ ન પૂછો. ભલભલાનો પસીનો છૂટી જાય પણ આ પળ પણ ખરેખર માણવા જેવી. ત્યારે જૂનાગઢના સાસણગીરમાં ફરી એકવાર સિંહપ્રેમીઓ કરી શકશે સિંહદર્શન. 16 ઑક્ટોબરથી ગીરનાર નેચર સફારી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. જો કે પહેલા દિવસે જ પ્રવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા
સિંહ પ્રેમીઓમાં આનંદો  ગીર નેચર સફારીને પ્રવાસીઓ માટે મુકાયું ખુલ્લું
ગુજરાતનુ( gujrat) ગૌરવ અને ગુજરાતની શાન એવા સિંહને જોવા માત્રથી મન ખુશખુશાલ થઇ જાય અને તેમાં પણ જો સિંહની ગર્જના સંભળાય તો . આ હા હા. વાત જ ન પૂછો. ભલભલાનો પસીનો છૂટી જાય પણ આ પળ પણ ખરેખર માણવા જેવી. ત્યારે જૂનાગઢના સાસણગીરમાં ફરી એકવાર સિંહપ્રેમીઓ કરી શકશે સિંહદર્શન. 16 ઑક્ટોબરથી ગીરનાર નેચર સફારી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. જો કે પહેલા દિવસે જ પ્રવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.  વહેલી સવારે 6.30 કલાકે પ્રથમ ટ્રીપમાં સિંહદર્શન માટે રવાના થઇ. તે પહેલા પ્રવાસીઓનું મોં મીઠુ કરીને તથા ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ અને આગેવાનો દ્વારા પ્રથમ ટ્રીપને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. 
ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા 16 જૂનથી ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજા  સહિત અન્ય વન્યજીવોનો પણ સંવનન કાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે. જો કે 15 ઑક્ટોબરે વેકેશન પૂર્ણ થતા પ્રવાસીઓમાં આનંદ બેવડાઇ ગયો. પ્રવાસીઓને કોઇ પણ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
સિંહદર્શનની શરૂઆત થતા સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. ત્યારે જો તમે પણ સિંહદર્શન કરવા ઇચ્છતા હોવ તો  Gir online permit booking system પર જઇને બુક કરી શકો છો .  
Advertisement
Tags :
Advertisement

.