Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેરમાં 450 જેટલા નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા, જેમની પાસે BU નથી તેમને C ફોર્મ આપી દેવા આહનાની માંગ

ફોર્મ -સી રજીસ્ટ્રેશન મુદ્દે આહના (અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશન) દ્વારા આજે વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ રેલી યોજવામાં આવી હતી.ફોર્મ -સી રજીસ્ટ્રેશનમાં થઈ રહેલી સમસ્યાને કારણે અમદાવાદ શહેરમાં 450 જેટલી નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા છે,  જેને લઈને આહનાના પ્રતિનિધિઓએ જણાવ્યુ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તાત્કાલàª
અમદાવાદ શહેરમાં 450 જેટલા નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા  જેમની પાસે bu નથી તેમને c ફોર્મ આપી દેવા આહનાની માંગ
ફોર્મ -સી રજીસ્ટ્રેશન મુદ્દે આહના (અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશન) દ્વારા આજે વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ રેલી યોજવામાં આવી હતી.ફોર્મ -સી રજીસ્ટ્રેશનમાં થઈ રહેલી સમસ્યાને કારણે અમદાવાદ શહેરમાં 450 જેટલી નર્સિંગ હોમ્સના રજીસ્ટ્રેશન અટક્યા છે,  જેને લઈને આહનાના પ્રતિનિધિઓએ જણાવ્યુ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી - ફોર્મ નું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
અનેક હોસ્પિટલોમાં જુના બાંધકામ હોઇ પાર્કિંગની સુવિધા નથી 
મહત્વનું છે કે આહના દ્વારા ઘણીવાર સી ફોર્મ રજીસ્ટ્રેશન મુદ્દે બી યુ પરમિશનને લઈને વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અનેક હોસ્પિટલોમાં  જુના બાંધકામ હોઈ તેમાં પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે બીયુ પરમિશન ન મળતા સી ફોર્મ રજીસ્ટ્રેશન પણ અટક્યું છે. પરિણામે હોસ્પિટલો ચલાવવી અઘરી થઈ પડી છે. 'આહના'ના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું હતું કે 1949 થી 2021 સુધી રજીસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા રહ્યા છીએ પરંતુ આ વખતે બીયુ પરવાનગી ફરજિયાત કરી દેવાતા સમસ્યા પેદા થઈ છે. 
આ જ વલણ રહ્યું તો ઘણા બધા નર્સિંગ હોમ્સ બંધ થઇ જાય તેવી દલીલ 
નર્સિંગ હોમ્સને રજીસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલીફીકેશનની ચકાસણી બાદ આપવામાં આવતું હોય છે, જેના માટે ક્યારેય બીયુ પરમિશનની જરૂરિયાત ઊભી કરવામાં આવી ન હતી. અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજિસ્ટ્રેશનની જરૂર હોતી નથી રેસ્ટોરન્ટ માટે આવા નિયમો કોરાણે મૂકી મંજૂરી આપવામાં આવે છે. જો શહેરમાં 450થી વધુ નર્સિંગ હોમ્સ બંધ થાય તો આગામી દિવસમાં આરોગ્ય સેવાઓ મોંઘી બનશે. વધુમાં  'આહના'ના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવી જણાવ્યું કે સરકાર આ રીતે વલણ અપનાવશે તો ભવિષ્યમાં 900 જેટલા નર્સિંગ હોમ્સ બંધ થઈ શકે છે. દર્દીઓની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છે, ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર NOC માં કોઈ પણ બાંધછોડ અમે પણ રાખવા માંગતા નથી પરંતુ સમગ્ર રાજ્યમાંથી બીયુના નિયમો સમાન રીતે લાગુ પડે એ માટે સરકારને અપીલ કરીએ છીએ. 

બીયુ પરમિશન મામલે કોઈ સાંઠ - ગાંઠ થઇ હોવાની આશંકા 
શહેરની તમામ ઈમારતો પર બીયુને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો અમે પણ એ નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છીએ. 'આહનાના સેક્રેટરી ડોક્ટર વિરેન શાહે કહ્યું કે અધિકારીઓ દ્વારા બીયુ પરમિશન મામલે કોઈ સાંઠ - ગાંઠ થઈ હોવાનું લાગે છે જેના કારણે અમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે, જેમની પાસે ફાયર NOC ના હોય એવી હોસ્પિટલ બંધ કરવામાં આવે એમાં અમને વાંધો ન હોઈ શકે, પરંતુ બીયુને લઈ હોસ્પિટલને હેરાન કરાઈ રહી છે જે યોગ્ય નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.