Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાલુ પ્રસાદને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવાનો ઇનકાર, જાણો શું થયું

ચારા કૌંભાડથી જોડાયેલા કેસમાં 5 વર્ષની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવને કિડની બિમારીને કારણે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે દિલ્હી એઇમ્સ હોસ્પિટલ દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો, જેથી તેમને ફરીથી રાંચીની એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવાશે. મીડિયા રિપોર્ટસ મુજબ એઇમ્સના ડોકટરોને તેમના શરીરમાં તે બિમારી  જોવા મળી ન હતી. રાજદ ચીફ લાલુ યાદવને દàª
લાલુ પ્રસાદને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવાનો ઇનકાર  જાણો શું થયું
ચારા કૌંભાડથી જોડાયેલા કેસમાં 5 વર્ષની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવને કિડની બિમારીને કારણે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે દિલ્હી એઇમ્સ હોસ્પિટલ દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો, જેથી તેમને ફરીથી રાંચીની એઇમ્સ હોસ્પિટલમાં લઇ જવાશે. મીડિયા રિપોર્ટસ મુજબ એઇમ્સના ડોકટરોને તેમના શરીરમાં તે બિમારી  જોવા મળી ન હતી. 
રાજદ ચીફ લાલુ યાદવને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો. તેમને દિલ્હી એઇમ્સ આકસ્મિક વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. સત્તાવાર સુત્રોએ કહ્યું હતું કે તેમને રાત્રે ત્રણ વાગે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાંચી એઇમ્સ દ્વારા તેમની હાલત બગડતાં તેમને દિલ્હી રિફર કર્યા હતા.દિલ્હી એઇમ્સમાં  તેમને તમામ પરિક્ષણ બાદ રજા આપવામાં આવી હતી. લાલુ યાદવને સીબીઆઇની વિશેષ કોર્ટે 21 ફેબ્રુઆરીએ ચારા કૌંભાડથી જોડાયેલા ડોરંડા કોષાલયના મામલામાં 5 વર્ષની જેલ અને 60 લાખ રુપીયાના દંડની સજા ફરમાવી હતી. તેમને કોષાલયને 139 કરોડનો ચૂનો લગાડવામાં દોષીત મનાયા હતા. તેઓ જેલમાં છે ત્યારથી જ કિડનીની બિમારીથી ગ્રસ્ત છે. તાજેતરમાં તેમની ક્રીએટિનીન લેવલ વધીને 4.6 થઇ ગયું હતું, જે અગાઉ 3.5 હતું, સુગર અને બીપીમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.