Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ, ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી

એક તરફ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા માટે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે કાગડાપીઠ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. એક મહિલાને ઊંચા વ્યજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ મહિલાના ઘરમાં ઘુસી માર માર્યો હતો. જોકે સમગ્ર મામલે મહિલાની ફરિયાદને આધારે પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે. છેલ્લા સાત આઠ મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરી દીધુà
પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ   ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી
એક તરફ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા માટે આદેશ આપવામાં આવ્યા છે ત્યારે કાગડાપીઠ વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. એક મહિલાને ઊંચા વ્યજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા વ્યાજખોરોએ મહિલાના ઘરમાં ઘુસી માર માર્યો હતો. જોકે સમગ્ર મામલે મહિલાની ફરિયાદને આધારે પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી છે. 
છેલ્લા સાત આઠ મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું.
સામાન્ય રીતે વ્યાજખોરોનાં ત્રાસનો ભોગ લોકો બની રહ્યા છે પણ બદનામી અને ડર ને કારણે લોકો ફરિયાદ કરતા નથી જેને લઇને હવે અમદાવાદ પોલીસે વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોની ફરિયાદ લેવા લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક મહિલા જ વ્યજખોરોના આતંકનો શિકાર બની હોવાની ઘટના સામે આવી છે.શહેરના કાગડાપીઠ વિસ્તારમાં કંટોડિયાવાસમાં રહેતા પ્રભાબહેને પોતાના દીકરાની બીમારીની સારવાર માટે તેની જ ચાલીમાં રહેતા ગિરીશ ચુનારા પાસેથી બે લાખ રૂપિયા દસ ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. પ્રભાબહેને થોડા વર્ષ વ્યાજ આપ્યું બાદમાં તેની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થતાં તેણે છેલ્લા સાત આઠ મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું. જેનું ઉઘરાણી માટે ગિરીશ અને તેની સાથે અન્ય બે લોકો રાતના સમયે મહિલાના ઘરે પહોંચી વ્યાજની ઉઘરાણી કરી મહિલા અને તેના પરિવાર સાથે મારકૂટ કરી હતી.
પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ત્રણય વ્યાજખોરોની ધરપકડ કરી છે
મહિલાના ઘરે પહોંચી વ્યાજખોર ગિરીશ ચુનારા સાથે હિતેશ ચુનારા અને વિપુલ ચુનારાએ મહિલાને માર માર્યો હતો અને પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે સમગ્ર મામલે મહિલાએ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ત્રણય વ્યાજખોરોની ધરપકડ કરી છે. જે રીતે અમદાવાદ સાહિર રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આવા વ્યાજખોરોને ડામી દેવા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. આવા સમયે શહેરમાં પણ વ્યાજખોરોના કિસ્સાઓ આવતા પોલીસ પણ સતર્ક બની તાત્કાલિક વ્યાજખોરોને પકડી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.