Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિહારના ડેપ્યુટી સી.એમ સામે લાલ આંખ, CBI વધારી શકે છે તેજસ્વીની યાદવની મુશ્કેલી

બિહારમાં આજે નીતિશ કુમાર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ ચૂક્યું છે, જેમાં તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી છે. એક તરફ પટનામાં મંત્રીઓના શપથ સમારોહ સંપન્ન થયો છે, તો બીજી તરફ સીબીઆઈએ આરજેડીની મુશ્કેલીમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. સીબીઆઈ ઈચ્છે છે કે આઈઆરસીટીસી હોટલ કૌભાંડમાં ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે. આ કેસમાં સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, લ
12:10 PM Aug 16, 2022 IST | Vipul Pandya
બિહારમાં આજે નીતિશ કુમાર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ ચૂક્યું છે, જેમાં તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી છે. એક તરફ પટનામાં મંત્રીઓના શપથ સમારોહ સંપન્ન થયો છે, તો બીજી તરફ સીબીઆઈએ આરજેડીની મુશ્કેલીમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. સીબીઆઈ ઈચ્છે છે કે આઈઆરસીટીસી હોટલ કૌભાંડમાં ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે. આ કેસમાં સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવીને આરોપી બનાવ્યા છે.
સીબીઆઈ કોર્ટમાં 4 વર્ષ પહેલા ચાર્જશીટ દાખલ 
સીબીઆઈ ઈચ્છે છે કે આઈઆરસીટીસી હોટલ કૌભાંડમાં ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે. આ કેસમાં CBIએ પોતાની ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવીને આરોપી બનાવ્યા છે. આ સિવાય આ કૌભાંડમાં અન્ય 11 લોકોના નામ પણ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. એજન્સીએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં 4 વર્ષ પહેલા ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી આરોપનામું ઘડાયું નહોતું.

2019માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈની કાર્યવાહીને પડકારી
આ કેસના એક આરોપીએ ફેબ્રુઆરી 2019માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈની કાર્યવાહીને પડકારી હતી. તેમણે કહ્યું હતું કે કેસમાં તેમનું નામ સામેલ કરતા પહેલા એજન્સીએ સરકારની મંજૂરી લીધી ન હતી. આવું કરવું જરૂરી હતું કારણ કે ગુનો થયો ત્યારે તે સરકારી કર્મચારી હતો. તેના આધારે સીબીઆઈ કોર્ટ દ્વારા ચાર્જશીટને સંજ્ઞાન લેવાનો પણ પડકાર હતો. તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે વિનોદ કુમાર અસ્થાનાને ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. આ પછી અન્ય બે આરોપીઓ કે જેઓ સરકારી કર્મચારી હતા તેમણે પણ આવી જ અરજી કરી હતી. આ કારણે કેસની સુનાવણીમાં વિલંબ થયો હતો અને અત્યાર સુધી આ કેસમાં આરોપો પર દલીલો શરૂ થઈ નથી. 
ગત અઠવાડિયે સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી
મીડિયા અહેવાલ મુજબ સીબીઆઈએ ગયા અઠવાડિયે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને અસ્થાનાની અરજી પર નિર્ણય માંગ્યો હતો. આ સિવાય સીબીઆઈએ એમ પણ કહ્યું હતું કે તે એવી શરત મૂકી શકે છે કે અસ્થાનાની અરજી પરના નિર્ણય અનુસાર જ આરોપો ઘડવામાં આવશે. પરંતુ હવે આરોપો પર ચર્ચા શરૂ કરવાની પરવાનગી મળવી જોઈએ. CBIએ જુલાઈ 2017માં લાલુ યાદવ પરિવાર અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ એક વર્ષ લાંબી તપાસ બાદ એપ્રિલ 2018માં ચાર્જશીટ દાખલ કરી હતી.
 
IRCTC હોટલની ફાળવણી ખોટી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી
2004ના આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છેવાસ્તવમાં આ મામલો 2004નો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી અને રાબડી દેવી પર આરોપ છે કે આ લોકોએ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કર્યો અને IRCTC હોટલની ફાળવણી ખોટી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી. CBI અનુસાર, લાલુ પ્રસાદ યાદવ IRCTC અધિકારીઓ દ્વારા પટનામાં ચાણક્ય અને સૂરજ હોટલના માલિકોને મળ્યા હતા.  આ મીટિંગ દરમિયાન લાલુ અને રાબડી સાથે જોડાયેલી કંપનીના લોકો પણ સામેલ થયા હતા.
આ પણ વાંચો- નીતિશ સરકારમાં તેજ પ્રતાપ બન્યા મંત્રી, કુલ 33 મંત્રીઓએ લીધા શપથ
Tags :
GujaratFirstJDULaluprasadYadavnitishkumarRJDTejashwiyadav
Next Article