Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ યાર્ડમાં લસણની રેકોર્ડ બ્રેક આવક, યાર્ડની બન્ને બાજુ 5 કિલોમીટર સુધીની વાહનોની લાઈન લાગી

ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક દોઢ લાખ ગુણીની આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતા વધારે લસણની આવક નોંધાતા ખેડૂતો તેમને પોષણક્ષમ ભાવ ન મળવાની ફરીયાદ કરતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતા  અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની એતિહાસિક આવક નોંધાઈ છે. અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ આવક લસણની મબલખ આવક અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ છે. લસણની ગુણીની આ
10:16 AM Jan 23, 2023 IST | Vipul Pandya
ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક દોઢ લાખ ગુણીની આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતા વધારે લસણની આવક નોંધાતા ખેડૂતો તેમને પોષણક્ષમ ભાવ ન મળવાની ફરીયાદ કરતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતા  અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની એતિહાસિક આવક નોંધાઈ છે. 

અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ આવક 
લસણની મબલખ આવક અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ છે. લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાઇ ગયું છે.  યાર્ડમાં જગ્યા ઓછી પડતા આજે માર્કેટયાર્ડના મુખ્ય ગેઈટ થી બંને બાજુ 4 થી 5 કીમી 1500 થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી. 
ખેડૂતોને મળે છે પ્રતિ 20 કીલોએ 200 /- થી 750/- રૂપિયા સુધીના ભાવ 
ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે આજે લસણ ની હરાજી ચાલુ થતા લસણની હરરાજીમાં ખેડૂતોને 20 કીલોના ભાવ 200 /- થી 750/- રૂપિયા સુધીના બોલાયા હતા ઓછા ભાવ ને લઇ ખેડૂતો માં પણ ભારે નારાજગી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ  તાપી જીલ્લાના શિક્ષિત યુવાને ઉપાડી ગરીબ બાળકોના ભણતરની ભૂખ સંતોષવાની જવાબદારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GarlicGondalGondalyardGujaratFirstRecordbreakrevenueVehicles
Next Article