ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી, પારો 43 ડિગ્રીને પાર, લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા

રાજયમાં દિવસેને દિવસે ગરમીનો પારો  વધતો  જોવા  મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીની વાત કરીએ તો અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને  પાર  નોંધાયું  છે . હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં  હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજયના બીજા શહેરો જેવા કે ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવી હતી.લોકો ગરમીમાં  અ
09:14 AM Apr 27, 2022 IST | Vipul Pandya
રાજયમાં દિવસેને દિવસે ગરમીનો પારો  વધતો  જોવા  મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીની વાત કરીએ તો અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને  પાર  નોંધાયું  છે . હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં  હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજયના બીજા શહેરો જેવા કે ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવી હતી.લોકો ગરમીમાં  અકળાતા  જોવા  મળી રહ્યા  છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ  ફરી એકવાર સૌથી હોટેસ્ટ સિટી તરીકે અમદાવાદ મોખરે રહ્યું  હતું.લોકો  ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સુરતમાં પણ છેલ્લા 4 દિવસથી શહેરનું તાપમાન 40 ડીગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે .સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં 40 થી 42 ડીગ્રી તાપમાન નોંધાયું  હતું .ભાવનગરમાં ગરમીનો પ્રકોપ  વધતા લોકો  હેરાન-પરેશાન  થતા  જોવા મળી રહ્યા  હતા .જયારે જામનગરમાં પણ ગરમીનું પ્રમાણ  યથાવત  જોવા મળી રહ્યું હતું . ગરમીના વધતા  જતા  પ્રમાણને લીધે  લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની  તંત્ર  દ્વારા  અપીલ  કરવામાં  આવી છે .ગરમીથી બચવા લોકો ઠંડાપીણા , શેરડીનો રસ, જેવી પ્રવાહી વસ્તુઓ પી  રાહત  મેળવી  રહ્યાં  છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે અને તેના કારણે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી જશે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ એપ્રિલ માસમાં ૫૦ ટકાથી નીચે હોય છે પરંતુ આ વખતે તેનાથી ઉંધું વાતાવરણ જોવા મળે છે. ગુજરાત જેવી જ સ્થિતિ દિલ્હી, મહારાષ્ટ્ર ,ઉત્તર પ્રદેશ ,ઓડિશા,  રાજસ્થાન ,પંજાબ ,હરિયાણા ,ચંડીગઢ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં જોવા મળી રહી છે. 
Tags :
GarmiGujaratGujaratFirstHitWave
Next Article