Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માર્ચ 2022માં GST કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા, 1.42 લાખ કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી

દેશમાં જીએસટી કાયદો લાગુ થયા બાદ માર્ચ 2022માં અત્યાર સુધીનું રેકોર્ડ જીએસટી કલેક્શન આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2022માં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા એટલે કે 1,42,095 કરોડ રૂપિયા થયું છે. એક મહિનામાં આ અત્યાર સુધીનો સૌથી વધુ જીએસટી ટેક્સ કલેક્શન છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે અને કહ્યું કે જીએસટી કલેક્શન રેકોર્ડ સà«
01:14 PM Apr 01, 2022 IST | Vipul Pandya

દેશમાં જીએસટી કાયદો લાગુ થયા બાદ માર્ચ 2022માં અત્યાર સુધીનું રેકોર્ડ જીએસટી કલેક્શન આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2022માં જીએસટી
કલેક્શન
1.42 લાખ કરોડ રૂપિયા એટલે કે 1,42,095 કરોડ રૂપિયા થયું છે. એક મહિનામાં આ અત્યાર સુધીનો સૌથી વધુ જીએસટી ટેક્સ
કલેક્શન છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે અને
કહ્યું કે જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે અને તેણે જાન્યુઆરી
2022ના તેના 1,40,986 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડ્યો છે.

javascript:nicTemp();

માર્ચ 2022માં જીએસટી કલેક્શનની કુલ આવક રૂ. 1,42,905
કરોડ રહી, જેમાં CGSTનો
હિસ્સો રૂ.
25,830 કરોડ અને SGSTનો
હિસ્સો રૂ.
32,378 કરોડ હતો. IGSTનું
કલેક્શન રૂ.
39,131 કરોડ રહ્યું છે અને સેસનું યોગદાન રૂ.9417
કરોડ છે. જેમાં માલની આયાત પર 981 કરોડ
રૂપિયાનું કલેક્શન થયું છે. ગ્રોસ જીએસટી કલેક્શન ઓલ ટાઈમ હાઈ પર છે અને
જાન્યુઆરીમાં રૂ.
1,40,986 કરોડના ઓલ ટાઈમ હાઈ કલેક્શનના
આંકડાને પાછળ છોડી દીધું છે. બીજી બાજુ
, વાર્ષિક ધોરણે પણ
જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે ગયા વર્ષના સમાન મહિના એટલે કે
માર્ચ
2021ના કલેક્શન કરતાં 15 ટકા વધુ
છે. જ્યારે તે માર્ચ
2020ના જીએસટી સંગ્રહ કરતાં 46 ટકા વધુ છે.


નાણા મંત્રાલયના ડેટા અનુસાર, જીએસટીના ઈતિહાસમાં આ ચોથું સૌથી વધુ કલેક્શન છે. આ વર્ષની શરૂઆતમાં
જાન્યુઆરીમાં સરકારને
GSTથી 140986 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
અગાઉ
, એપ્રિલ, 2021 માં, GST કલેક્શન 139708 કરોડ રૂપિયા હતું,
જે બીજી સૌથી મોટી વસૂલાત છે. આ પછી ફેબ્રુઆરી
2022માં સરકારે ત્રીજી વખત સૌથી વધુ 133026 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Tags :
GSTGSTcollectionGujaratFirstIndiangovermentMarch2022
Next Article