ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ATS દ્વારા તપાસનો ધમધમાટ, આરોપીઓને સાથે રાખી ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રકશન

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSની ટીમે ઈમ્તિયાઝ અને શબ્બીર નામના બંને આરોપીઓને ધંધુકા લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.  શબ્બીર ઉર્ફે સાબા  (ધંધુકા) અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે (ધંધુકા) કિશન ભરવાડની હત્યા કરી હતી. 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું, જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.અમદાવાદ ATSના ડેપ્યુàª
11:15 AM Feb 04, 2022 IST | Vipul Pandya
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSની ટીમે ઈમ્તિયાઝ અને શબ્બીર નામના બંને આરોપીઓને ધંધુકા લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.  શબ્બીર ઉર્ફે સાબા  (ધંધુકા) અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે (ધંધુકા) કિશન ભરવાડની હત્યા કરી હતી. 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું, જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.
અમદાવાદ ATSના ડેપ્યુટી SP કક્ષાના અધિકારીએ કિશનની હત્યા કરનાર શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખીને ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. બન્ને આરોપીને લઈને ATSની ટીમ ધંધુકા ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાના રિકન્સ્ટ્રક્શન મુજબ, ચાની કીટલીએ ચા પીને શબ્બીર અને ઈમ્તિયાઝ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા અને આરોપીઓએ કિશનની સતત રેકી કરી હતી. કિશનનો પીછો કરીને બન્ને આરોપીઓ ધંધુકાના મોઢવાળા દરવાજા પાસે પહોંચ્યા હતા, જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 
આરોપીઓ ધંધુકા પહોંચ્યા ત્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો અને પાછળ બેઠેલા શબ્બીરે ફાયરિંગ કર્યું હતુ. ATSએ આરોપીઓને સાથે રાખ્યા હોઈ જ્યાં મોઢવાળા દરવાજા પાસે કિશનની હત્યા કરાઈ હતી, ત્યાં કિશન અને ઈમ્તિયાઝની બાઇક વચ્ચે કેટલું અંતર હતું તેની તપાસ કરાઈ હતી. કેવી રીતે અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેની પણ વિગત આરોપીઓને સાથે રાખીને પોલીસે મેળવી હતી. આગામી સમયમાં આ આરોપીઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈને ATS તપાસ કરી રહી છે.
Tags :
ATSGUJARATdhandhukamurdercasekishanbharwad
Next Article