કેજરીવાલ સરકાર સામે CBI તપાસની LGની ભલામણ
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ દ્વારા દિલ્હી સરકારને આપેલા રિપોર્ટના આધારે તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં આબકારી નીતિ 2021-22માં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયામાં ક્ષતિઓ વિશે વાત કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા જàª
Advertisement

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવ દ્વારા દિલ્હી સરકારને આપેલા રિપોર્ટના આધારે તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં આબકારી નીતિ 2021-22માં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયામાં ક્ષતિઓ વિશે વાત કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા જારી સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
એલજી ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુખ્ય સચિવના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ, દિલ્હી સરકારે GNCTD એક્ટ, 1991, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નિયમો, 1993, દિલ્હી એક્સાઇઝ એક્ટ, 2009 અને દિલ્હી એક્સાઇઝ નિયમો, 2010નું ઉલ્લંઘન કર્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે કોરોનાના નામે દારૂના કોન્ટ્રાક્ટરોને 144 કરોડ રૂપિયાની છૂટ આપી અને તેનાથી દિલ્હીની આવકને નુકસાન થયું. રિપોર્ટમાં દિલ્હીના આબકારી મંત્રી મનીષ સિસોદિયા અને સીએમ અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિલ્હી સરકાર કોરોનાના ડેલ્ટા વેવ વચ્ચે નવી નીતિ લાવી હતી, જેને 14 એપ્રિલ 2021 અને ફરીથી 21 મે 2021ના રોજ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. એલજી ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુખ્ય સચિવના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ખાનગી દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવાના હેતુથી આ નિર્ણય લીધો હતો, જેના બદલામાં સરકારના ઉચ્ચ સ્તરને નાણાકીય લાભ આપવામાં આવ્યો હતો.
એલજી ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યારે સ્થળાંતર કરનારાઓ આવકના નુકસાનને કારણે શહેર છોડી રહ્યા હતા. શેરી વિક્રેતાઓ સામે આજીવિકાનું સંકટ હતું. ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ, જીમ, શાળાઓ અને અન્ય ધંધા બંધ થઈ ગયા હતા. મનીષ સિસોદિયા હેઠળના આબકારી વિભાગે કોરોના રોગચાળાના નામે લાઇસન્સ ફી તરીકે 144.36 કરોડ રૂપિયાની છૂટ આપી હતી. દારૂના લાયસન્સ ધારકોને ફાયદો કરાવવા માટે યોગ્ય પ્રક્રિયા અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના રાજકીય આશ્રય હેઠળ આબકારી વિભાગ સંભાળતા મનીષ સિસોદિયાના સ્તરે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ તપાસ પહેલા આબકારી વિભાગને સંભાળતા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ક્લીનચીટ આપી છે અને કહ્યું છે કે તેમણે પહેલા જ કહ્યું હતું કે તેમની ધરપકડ થઈ શકે છે. તેમને કટ્ટર ઈમાનદાર ગણાવતા કેજરીવાલે કહ્યું કે તેઓ જેલ અને ફાંસીથી ડરતા નથી.