Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફેસબુક કરશે કર્મચારીઓની છટણી, કંપનીનો ખર્ચ ઘટાડવા શેરધારકોની સલાહ

વૈશ્વિક મંદીની (Global Recession) આશંકાઓની અસર હવે ધીમે-ધીમે દેખાઈ રહી છે. દુનિયાભરમાં અલદ-અલગ સેક્ટરની દિગ્ગજ કંપનીઓના કર્મચારીઓની છટણી કરી રહી છે. હાલમાં જ માઈક્રોસોફ્ટે (Microsoft) 1 હજાર કર્મચારીઓની છટણી કરી તો રોયલ ફિલિપ્સ એનવીએ પણ 4 હજાર કર્મચારીઓની છટણીનું એલાન કર્યું છે. જ્યારે હવે આ લીસ્ટમાં મેટાની (Meta) માલિકીની ફેસબુક (Facebook) પણ સામેલ થઈ શકે છે.20% કર્મચારીઓની છટણી કરવાની સલાહમીડિયા રિપોર્ટ્સ
11:08 AM Oct 25, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક મંદીની (Global Recession) આશંકાઓની અસર હવે ધીમે-ધીમે દેખાઈ રહી છે. દુનિયાભરમાં અલદ-અલગ સેક્ટરની દિગ્ગજ કંપનીઓના કર્મચારીઓની છટણી કરી રહી છે. હાલમાં જ માઈક્રોસોફ્ટે (Microsoft) 1 હજાર કર્મચારીઓની છટણી કરી તો રોયલ ફિલિપ્સ એનવીએ પણ 4 હજાર કર્મચારીઓની છટણીનું એલાન કર્યું છે. જ્યારે હવે આ લીસ્ટમાં મેટાની (Meta) માલિકીની ફેસબુક (Facebook) પણ સામેલ થઈ શકે છે.
20% કર્મચારીઓની છટણી કરવાની સલાહ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટા શેરધારક Altimeter કેપિટલ મેનેજમેન્ટે ફાઉન્ડર ઝુકરબર્ગને એક ઓપન લેટર લખીને માંગ કરી છે કે કંપનીને નોકરીઓ અને મૂડી ખર્ચમાં કાપ મુકવાની જરૂર છે. Altimeter ઓછામાં ઓછા 20% કર્મચારીઓની છટણી કરવાની સલાહ આપી છે. આ સાથે જ મૂડી ખર્ચ ઓછામાં ઓછો 5 બિલિયન ડોલરથી 25 બિલિયન ડોલર પ્રતિવર્ષ કરવા માટે પત્ર લખ્યો છે.
ખર્ચ પર કંટ્રોલ
રોકાણકારોનો આરોપ છે કે મેટાએ ખર્ચ વધારી દીધો છે. મેટા કથિત રીતે અરબો ડોલરનો ખર્ચ કર્યો છે અને દુનિયાભરમાં હજારો કર્મચારીઓને મેટાવર્સ બનાવવા માટે કામે રાખ્યા છે. Altimeterએ કહ્યું કે, આટલું મોટું રોકાણ ખતર નાક છે.
  • એક સાથે અનેક સમસ્યોઓનોનો સામનો કરી રહેલી કંપનીએ વર્ષના ત્રીજા ક્વાર્ટર બાદ રોયલ ફિલિપ્સ એનવીએ (Royal Philips NV) 4 હજાર કર્મચારીઓની છટણીનો નિર્ણય કર્યો.
  • Microsoft  1 હજાર કર્મચારીઓની છટણી કરી દીધી છે. આ છટણી કંપનીના અલગ-અલગ ડિવિઝનમાં કરવામાં આવી છે.
  • અગાઉ આઈફોન બનાવનારી કંપની એપ્પલે પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની વાત કરી હતી.
આ પણ વાંચો - દિવાળીના દિવસે શેરબજારની 50 વર્ષ જૂની પરંપરા શું છે ? જાણો
Tags :
AltimetereconomyFacebookGlobalRecessionGlobleEconomyGujaratFirstJobCutsMeta
Next Article