Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક શંકા બાદ ઇન્ટરનેટમાં સર્ચ...વાંચો શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબનું કબૂલનામુ

રાજધાની દિલ્હીમાંથી બહાર આવેલા શ્રદ્ધા હત્યાકાંડે (Shraddha Murder Case) સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સમાચાર મુજબ આફતાબ (Aftab) નામના 28 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. લગભગ 6 મહિના જૂનો હત્યાનો મામલો હવે બહાર આવ્યો છે. આરોપીએ પોતાની કબૂલાતમાં ઘણા ખુલાસા કર્યા છે. CBIની ફોરેન્સિક ટીમ ફ્રિજ અને અન્ય પુરાવાઓની તપાસ કરવા મંગળવારે àª
02:54 PM Nov 15, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હીમાંથી બહાર આવેલા શ્રદ્ધા હત્યાકાંડે (Shraddha Murder Case) સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સમાચાર મુજબ આફતાબ (Aftab) નામના 28 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. લગભગ 6 મહિના જૂનો હત્યાનો મામલો હવે બહાર આવ્યો છે. આરોપીએ પોતાની કબૂલાતમાં ઘણા ખુલાસા કર્યા છે. CBIની ફોરેન્સિક ટીમ ફ્રિજ અને અન્ય પુરાવાઓની તપાસ કરવા મંગળવારે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ કેસની સનસનીખેજ માહિતી હવે તપાસમાં બહાર આવી રહી છે. 
ઇન્ટરનેટ પર સર્ચ કર્યું
પ્રાપ્ત માહિતી મુજબ  શ્રદ્ધાના હત્યારા આફતાબે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું કે હત્યાના દોઢ અઠવાડિયા પહેલા જ તેણે  શ્રદ્ધાની હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. આ માટે તેણે ઇન્ટરનેટ પર પણ સર્ચ કર્યું હતું કે શરીરને કેવી રીતે અને કેવા પ્રકારના ચાકૂથી કાપવામાં આવે છે. તે દિવસે પણ આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો અને તેણે તેને મારી નાખવાનું મન બનાવી લીધું હતું, પરંતુ અચાનક જ શ્રદ્ધા ભાવુક થઈ ગઈ અને રડવા લાગી તેથી આફતાબે તેને છોડી દીધી હતી. 
 શંકા રાખીને શ્રદ્ધા ગુસ્સે થતી હોવાનો બચાવ
આરોપીએ બચાવ કરતાં પોલીસને જણાવ્યું કે શ્રદ્ધા અને તેની વચ્ચે ઝઘડાનું કારણ એ હતું કે તે અન્ય કોઇ સાથે ફોન પર વાત કરે તે શ્રદ્ધાને ગમતું ન હતું.  શ્રદ્ધા આફતાબ પર શંકા કરતી હતી અમને તેથી તે આફતાબ પર ગુસ્સે થતી હતી અને ઝઘડો કરવા લાગતી હતી. 18 મેના રોજ પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેણે તે દિવસે શ્રદ્ધાને મારી નાખી હતી. હત્યા બાદ તે ગભરાઇ ગયો હતો કારણ કે તેને ખબર હતી કે જો તે લાશને ફેંકી દેશે તો તે પકડાઇ જશે જેથી તેણે  લાશને ઠેકાણે પાડવા માટે આખી રાત ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું.
વેબસિરીઝ જોઇને લાશને સાચવવાનું શીખ્યો
આફતાબે આવી પણ કબૂલાત કરી હતી કે હત્યા માટે તેણે ઈન્ટરનેટ પર પણ સર્ચ કર્યું હતું કે શરીર કેવી રીતે અને કેવા પ્રકારના ચાકૂથી કાપવામાં આવે છે. તે ક્રાઈમ સંબંધિત વેબ સિરીઝ અને સિરિયલો જોવાનો શોખીન હતો, ત્યાંથી તેને શ્રદ્ધાની લાશ કેવી રીતે સચવાય તે વિશે જાણવા મળ્યું હતું.  પરિવાર અને મિત્રોને લાગે કે શ્રદ્ધા જીવતી છે તે માટે તે શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર સક્રિય હતો. 
પોલીસની ઉંડી તપાસ
પોલીસે જણાવ્યું કે હત્યાના થોડા દિવસો બાદ આફતાબ બીજી યુવતીને પણ તેના એપાર્ટમેન્ટમાં લાવ્યો હતો. તે ઘણીવાર યુવતીને ઘરે લાવ્યો હતો અને તે સમયે લાશના અવશેષો હજુ પણ ઘરમાં જ હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું હત્યાના થોડા દિવસો પહેલા દિલ્હીના છતરપુર વિસ્તારમાં ફ્લેટ ભાડે આપવાનો નિર્ણય શ્રદ્ધાની હત્યાના કાવતરાનો ભાગ હતો કે કેમ.
પોલીસે જંગલમાં કરી તપાસ 
 દરમિયાન દિલ્હી પોલીસ મંગળવારે આફતાબને મહેરૌલીના જંગલમાં લઈ ગઈ જ્યાં તેણે કથિત રીતે શ્રદ્ધાના શરીરના અંગો ફેંકી દીધા હતા. સર્ચ ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું અને શરીરના ઓછામાં ઓછા 10 અંગો મળી આવ્યા. પીડિતાના પિતા વિકાસ વોકરે મંગળવારે 28 વર્ષીય આફતાબ અમીન પૂનાવાલાને મૃત્યુદંડની માંગ કરી હતી. તેમણે આ ઘટના પાછળ ‘લવ જેહાદ’ એન્ગલની પણ શંકા વ્યક્ત કરી હતી.

ડેટિંગ એપ પર બંનેની મુલાકાત 
પોલીસ સુત્રોએ કહ્યું કે  આફતાબ અને શ્રદ્ધાની મુલાકાત ડેટિંગ એપ ‘બમ્બલ’ પર થઈ હતી. તે સમયે બંને મુંબઈમાં નોકરી કરતા હતા. પોલીસ ડેટિંગ એપને તેની પ્રોફાઈલની વિગતો માંગી શકે છે કે શું તે શ્રદ્ધાની હત્યા કર્યા પછી વધુ યુવતીઓને ઘરે લઈ આવ્યો હતો કે કેમ.
લગ્ન માટે શ્રદ્ધા જીદ કરતી
શ્રદ્ધા જ્યારે લગ્ન માટે જીદ કરતી ત્યારે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, પરંતુ 18 મેના રોજ તેમનો ઝઘડો વધી ગયો હતો અને  આફતાબે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. આરોપીએ પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે તેણે શ્રદ્ધાના શરીરને કાપ્યા પછી લોહીના ડાઘ સાફ કરવા માટે "સલ્ફર હાઇપોક્લોરાઇટ" નો ઉપયોગ કર્યો હતો.

હત્યા કર્યા બાદ તે જ રુમમાં સુતો હતો
સૂત્રોએ જણાવ્યું કે આફતાબ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે પીડિતાના શરીરના ટુકડા કર્યા હતા. કથિત રીતે તેને ફ્રિજમાં રાખ્યા બાદ રોજ તેનું કપાયેલું માથુ જોતો હતો. પોલીસ આફતાબને પણ દુકાન પર લઈ ગઈ જ્યાંથી તેણે શ્રદ્ધાના શરીરને કાપવા માટેના સાધનો ખરીદ્યા હોવાનો દાવો કર્યો હતો. 
 18 દિવસ સુધી લાશના ટુકડા ફેંક્યા 
બીજી તરફ પાડોશીઓનું કહેવું છે કે  લિવ-ઈન પાર્ટનરની હત્યાના પાંચ મહિના પછી પણ આફતાબ અન્ય મહિલાઓ સાથે ઘરે આવતો હતો. આફતાબ અમીન પૂનાવાલાએ 18 મેના રોજ શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. તેણે તેના શરીરના ટુકડા સાચવવા માટે બીજા દિવસે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું અને દરરોજ રાત્રે 2 વાગે તે  જંગલમાં શરીરના અંગો ફેંકવા જતો હતો. સતત 18 દિવસ સુધી લાશના ટુકડા ફેંકવા ગયો હતો. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો: આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો, વાંચો ચોંકાવનારી હકિકતો
Tags :
AftabPoonawalaDelhiPoliceGujaratFirstLoveJihadShraddhaMurderShraddhaMurderCase
Next Article