મોહાલી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ફટકારી શાનદાર સદી, ભારતનો સ્કોર પહોંચ્યો 400 પાર
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શાનદાર રમત બતાવી રહ્યો છે. મેચના પહેલા જ દિવસે રવિન્દ્ર જાડેજા રમવા આવ્યો હતો. પહેલા તેણે રિષભ પંત સાથે મળીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને જ્યારે રિષભ પંત આઉટ થયો તો તેણે પોતે આગેવાની લીધી. રવિન્દ્ર જાડેજા પ્રથમ દિવસની રમત દરમિયાન અણનમ રહ્યો હતો અને બીજા દિવસની રમત શરૂ àª
06:13 AM Mar 05, 2022 IST
|
Vipul Pandya
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શાનદાર રમત બતાવી રહ્યો છે. મેચના પહેલા જ દિવસે રવિન્દ્ર જાડેજા રમવા આવ્યો હતો. પહેલા તેણે રિષભ પંત સાથે મળીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને જ્યારે રિષભ પંત આઉટ થયો તો તેણે પોતે આગેવાની લીધી.
રવિન્દ્ર જાડેજા પ્રથમ દિવસની રમત દરમિયાન અણનમ રહ્યો હતો અને બીજા દિવસની રમત શરૂ થવાની સાથે જ તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે રમતના પહેલા જ સેશનમાં સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય કરિયરમાં આ તેની બીજી સદી છે.
મોહાલીના મેદાન પર વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જોરદાર રમત બતાવી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 100 રન હતો, પરંતુ હવે તે આ આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે.
ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ 160 બોલમાં 10 ચોક્કાની મદદથી પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ સાથે તેના બેટ સાથે તલવારબાજી પણ જોવા મળી હતી. જાડેજા પોતાની અડધી સદી અને સદી પૂરી કર્યા પછી તેના બેટથી તલવારબાજી કરતા જોવા મળે છે. આ જ મેચમાં અડધી સદી પૂરી કર્યા બાદ પણ તેણે તલવારબાજી અંદાજ સાથે સેલિબ્રેશન કર્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટના મેદાન પર તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી હતી. તે અત્યાર સુધી વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 અને લિસ્ટ A ક્રિકેટમાં 2 સદી ફટકારી છે. તે ક્રમમાં નીચે બેટિંગ કરે છે.
Next Article