Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રતન ટાટાની સાદગી ફરી આવી સામે, નેનો કારમાં સવાર થઇ પહોંચ્યા હોટલ

ટાટા ગ્રૂપના વડા રતન ટાટા પોતાની સાદગીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે બુધવારે મુંબઈમાં ટાટા નેનોથી તાજ હોટલ પહોંચ્યા બાદ તેણે ફરી એકવાર બધાનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નેનોમાંથી આવતો જોવા મળી રહ્યો છે. આ સમયે રતન ટાટા સાથે કોઈ બોડી ગાર્ડ નથી. તેઓ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર શાંતનુ નાયડુ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા.ટાટા નેનો લà
રતન ટાટાની સાદગી ફરી આવી સામે  નેનો કારમાં સવાર થઇ પહોંચ્યા હોટલ
ટાટા ગ્રૂપના વડા રતન ટાટા પોતાની સાદગીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે બુધવારે મુંબઈમાં ટાટા નેનોથી તાજ હોટલ પહોંચ્યા બાદ તેણે ફરી એકવાર બધાનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નેનોમાંથી આવતો જોવા મળી રહ્યો છે. આ સમયે રતન ટાટા સાથે કોઈ બોડી ગાર્ડ નથી. તેઓ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર શાંતનુ નાયડુ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
ટાટા નેનો લોન્ચ સમયે દેશની સૌથી સસ્તી કાર હતી. પરંતુ નેનોના વેચાણમાં આવતા 10 વર્ષોમાં ભારે ઘટાડો થયો હતો. માર્કેટિંગ નિષ્ફળતાઓ, સલામતીની ચિંતાઓ અને પોસાય તેવી કારની ઘટતી માંગને કારણે આ બન્યું હતું.
ઉદ્યોગપતિની આ સરળ શૈલી જોઈને સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. વીડિયો શેર કરતા એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે, 'આપણે તેની પાસેથી ઘણું શીખવાની જરૂર છે. આ સિવાય ઘણા યુઝર્સે તેને "લીજેન્ડ !" કહ્યું. પોકેટ-ફ્રેન્ડલી ટાટા નેનોને 2008માં લોન્ચ કરવામાં આવી હતી. રતન ટાટાએ પણ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી.
Advertisement

દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે એક સમયે ટાટા નેનો કાર લોન્ચ કરીને સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. બાદમાં કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. ટાટા નેનોના ઉત્પાદન પાછળની પ્રેરણા વિશે બોલતા ટાટા સન્સના માનદ અધ્યક્ષે કહ્યું કે તેઓ ભારતીય પરિવારો માટે માર્ગ પ્રવાસને વધુ સુરક્ષિત બનાવવા માગે છે. નેનો રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.
Tags :
Advertisement

.