Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલાયું, હવે આ નામે ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં ટ્યૂલિપ્સ ફૂલની 12 જાતો છે. હવે આ ગાર્ડન પણ દર વર્ષની જેમ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.31 જાન્યુઆરીથી ગાર્ડન ખુલશેદર વર્ષે અમૃત ઉદ્યાન સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે
રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલાયું  હવે આ નામે ઓળખાશે
રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં ટ્યૂલિપ્સ ફૂલની 12 જાતો છે. હવે આ ગાર્ડન પણ દર વર્ષની જેમ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.
31 જાન્યુઆરીથી ગાર્ડન ખુલશે
દર વર્ષે અમૃત ઉદ્યાન સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે, જે હવે 31 માર્ચે ખુલશે અને 26 માર્ચ સુધી બે મહિના માટે ખુલ્લું રહેશે. ગાર્ડનના ખુલવાનો સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. તે 28 માર્ચે ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે ખુલશે.
Advertisement

આ રીતે મળશે પ્રવેશ
સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી 7500 લોકો માટે ટિકિટ ઉપલબ્ધ રહેશે. ત્યાર બાદ 12 થી 4 વાગ્યા સુધી 10 હજાર લોકોને એન્ટ્રી મળશે. તે રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યાન ભવન જેવું હશે.

લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે
બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું
હવે તે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે. આ વખતે અમૃત ગાર્ડન સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલશે. ગાર્ડન જોવા માટે જ ઓનલાઈન બુકિંગ કરી શકાશે. પ્રથમ વખત વોક-ઇન મુલાકાતીઓને પણ બગીચાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. આ વખતે ગાર્ડન 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી મહત્તમ 2 મહિના સુધી ખુલ્લો રહેશે. આ વર્ષે બગીચો ચોમાસામાં પણ ખુલશે. આ રીતે અમૃત ઉદ્યાન હવે વર્ષમાં બે વાર ખુલશે. આ વખતે બગીચામાં ટ્યૂલિપ્સ અને ગુલાબ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
મુગલ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે
જણાવી દઈએ કે મુગલ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે. તેમાં રોઝ ગાર્ડન તેમજ બાયો ડાયવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકેન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક છે. જ્યાં લોકો ફરવા જતા વિવિધ પ્રકારના ફૂલો જોઈ શકે છે. અહીં તમને ટ્યૂલિપ, મોગરા-મોતિયા, રજનીગંધા, બેલા, રાત કી રાની, જુહી, ચંપા-ચમેલી જેવા અનેક પ્રકારના ફૂલો જોવા મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.