Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, T20 ફોર્મેટમાં લીધી અધધધ વિકેટ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર ​​રાશિદ ખાન (Rashid Khan) એ T20 ક્રિકેટમાં એક નવો અધ્યાય લખ્યો છે. જમણા હાથના સ્પિન બોલરે ઝડપી ક્રિકેટના ફોર્મેટમાં 500 વિકેટો લીધી છે. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો ખેલાડી છે. તેની આગળ હવે માત્ર ડ્વેન બ્રાવો જ છે જેણે 600થી વધુ વિકેટો લીધી છે. રાશિદ હાલમાં દક્ષિણ આફ્રિકન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે જ્યાં તેણે સોમવારે ઈતિહાસ રચ્યો હતો અને તેની કà
10:06 AM Jan 24, 2023 IST | Vipul Pandya
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર ​​રાશિદ ખાન (Rashid Khan) એ T20 ક્રિકેટમાં એક નવો અધ્યાય લખ્યો છે. જમણા હાથના સ્પિન બોલરે ઝડપી ક્રિકેટના ફોર્મેટમાં 500 વિકેટો લીધી છે. આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો ખેલાડી છે. તેની આગળ હવે માત્ર ડ્વેન બ્રાવો જ છે જેણે 600થી વધુ વિકેટો લીધી છે. રાશિદ હાલમાં દક્ષિણ આફ્રિકન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે જ્યાં તેણે સોમવારે ઈતિહાસ રચ્યો હતો અને તેની કરિશ્માઈ બોલિંગથી ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. વાસ્તવમાં, પ્રિટોરિયસ કેપિટલ્સ સામે 3 વિકેટ લીધા બાદ, રાશિદ ખાન T20માં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી યુવા બોલર બની ગયો છે. 
રાશિદે રચ્યો ઈતિહાસ
રાશિદ સિવાય વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 500થી વધુ વિકેટ લીધી છે, પરંતુ રાશિદે માત્ર 24 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. જણાવી દઇએ કે, રાશિદ ખાને સોમવારે (23 જાન્યુઆરી) ન્યૂલેન્ડ્સમાં રમાયેલી SA20 2023 મેચમાં તેની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો છે. પ્રિટોરિયા કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં, MI કેપટાઉનના કેપ્ટન રાશિદ ખાને તેના ક્વોટાની ચાર ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદે કુસલ મેન્ડિસ, રિલે રુસો અને ક્લાઈડ ફોર્ટ્યુઈનને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ મેચ દરમિયાન 24 વર્ષના રાશિદે T20 ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી છે. આ આંકડાએ પહોંચનાર તે વિશ્વનો બીજો બોલર બની ગયો છે. રાશિદે હવે 371 મેચની 378 ઇનિંગ્સમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 17 રનમાં 5 વિકેટ રહ્યો છે.

T20માં સૌથી વધુ વિકેટ: આ T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે
ડ્વેન બ્રાવો - 614
રાશિદ ખાન - 500
સુનીલ નારાયણ - 474
ઈમરાન તાહિર - 466
શાકિબ અલ હસન - 436
રાશિદ ખાન જેણે 371મી મેચમાં 500 વિકેટનો રેકોર્ડ સ્પર્શ કર્યો હતો. તેના સિવાય આ યાદીમાં સુનીલ નારાયણ (474), ઈમરાન તાહિર (466) અને શાકિબ અલ હસન (436) છે. આ સાથે જ રાશિદ 500 T20 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ સ્પિનર ​​બન્યો છે. આ સાથે રાશિદ ખાને શાકિબ અલ હસન, સુનીલ નારાયણ જેવા અનુભવી સ્પિનરોને પાછળ છોડી દીધા છે અને આવું કરનાર ls પ્રથમ સ્પિનર ​​બની ગયો છે.
IPL માં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો છે રાશિદ
નોંધપાત્ર વાત એ છે કે, રાશિદ IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે. IPL 2022માં ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં રાશિદે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, આ મેચમાં રાશિદ ખાનની ટીમ MI કેપટાઉનને 52 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પ્રિટોરિયા કેપિટલ્સે 9 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા જેના જવાબમાં MI કેપટાઉન 18.1 ઓવરમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
રાશિદની કેવી રહી છે કારકિર્દી
રાશિદ ખાને 368 ઇનિંગ્સમાં 18.10ની એવરેજ અને 6.30ની ઇકોનોમીથી 500 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 17 હતો. રાશિદે તેની T20 કારકિર્દીમાં 9 વખત ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે, જ્યારે તેણે 4 વખત 5 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો - ક્લીન સ્વીપના ઈરાદે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને, ભારત પાસે આજે નંબર-1 બનવાની છે તક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bowlerstotake500wicketinT20CricketDwayneBravoGujaratFirstMostWicketinT20RashidKhanRashidKhan500WicketsRashidKhanT20WicketsSA20SportsT20FormatWicket
Next Article