Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક સમયે Show ને છોડવાની વાત કહેનાર રેપર MC Stan થયો Bigg Boss 16 નો વિનર

Bigg Boss 16 નો વિનરનું નામ જાહેર થઇ ગયું છે. એક સમયે Show ને છોડવાની વાત કરનાર કન્ટેસ્ટન્ટ એમસી સ્ટેન (MC Stan) એ શોની ટ્રોફી જીતી છે. ચાર મહિનાની લાંબી રાહ જોયા પછી, આ સિઝનના વિજેતા જાહેર થયા છે અને શોને તેનો વિજેતા મળી ગયો છે. તેણે શિવ ઠાકરે (Shiv Thakare) ને પાછળ છોડીને આ શો પોતાના નામે કર્યો છે. આ શોમાં પહેલા પ્રિયંકા ચહર ચૌધરી (Priyanka Chahar Chaudhary) અને શિવ વચ્ચે ટોપ 2 ની જંગ થવાની સંભાવનાઓ હતી, પરંતુ છેલ્લી ક્ષણે મોટà
એક સમયે show ને છોડવાની વાત કહેનાર રેપર mc stan થયો bigg boss 16 નો વિનર
Bigg Boss 16 નો વિનરનું નામ જાહેર થઇ ગયું છે. એક સમયે Show ને છોડવાની વાત કરનાર કન્ટેસ્ટન્ટ એમસી સ્ટેન (MC Stan) એ શોની ટ્રોફી જીતી છે. ચાર મહિનાની લાંબી રાહ જોયા પછી, આ સિઝનના વિજેતા જાહેર થયા છે અને શોને તેનો વિજેતા મળી ગયો છે. તેણે શિવ ઠાકરે (Shiv Thakare) ને પાછળ છોડીને આ શો પોતાના નામે કર્યો છે. આ શોમાં પહેલા પ્રિયંકા ચહર ચૌધરી (Priyanka Chahar Chaudhary) અને શિવ વચ્ચે ટોપ 2 ની જંગ થવાની સંભાવનાઓ હતી, પરંતુ છેલ્લી ક્ષણે મોટી ઉથલપાથલ થઈ. પ્રિયંકા ત્રીજા નંબરે રહી અને શિવ-સ્ટેન ટોપ 2માં પહોંચ્યા.
એમસી સ્ટેન બિગ બોસ 16 નો બન્યો વિનર
Bigg Boss 16 જે ધમાકેદાર અંદાજમાં શરૂ થયું હતું તેવા જ ધમાકેદાર અંદાજમાં તેનું સમાપન થયું છે. શો ને 4 મહિનાની લાંબી રાહ જોયાના અંતે વિનર મળી ગયો છે. શોમાં ટોપ 2 માં શિવ ઠાકરે અને એમસી સ્ટેન પહોંચવામાં સફળ થયા હતા. જોકે, અંતમાં સલમાન ખાનના આ શો માં એમસી સ્ટેનને જીત મળી છે. આ શોના ફાઇનલિસ્ટ વિશે વાત કરીએ તો તેમાં ગૌતમ, એમસી સ્ટેન, શિવ ઠાકરે, પ્રિયંકા ચહર ચૌધરી અને શાલીન ભનોટ હતા. પરંતુ બધા એક પછી એક આઉટ થયા અને બાદમાં સલમાન ખાને હવામાં હાથ ઉંચો કરીને એમસી સ્ટેનને વિજેતા જાહેર કર્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર કંઈક બીજું જ ચાલી રહ્યું છે અને લોકો એમસી સ્ટેનને વિજેતા તરીકે જોયા બાદ ખૂબ જ ગુસ્સે છે. જેવું કલર્સે પોસ્ટ કર્યું કે એમસી સ્ટેન બિગ બોસ 16નો વિજેતા છે, તે પછી સતત કલર્સ અને બિગ બોસ ટ્રોલ થઈ રહ્યા છે. 
Advertisement

જાણો એમસી સ્ટેનનું અસલ નામ
સ્ટેનને હવે તમામ સ્પર્ધકોને પાછળ છોડીને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. રેપર એમસી સ્ટેન શો 'બિગ બોસ 16'ના ઈતિહાસમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ સ્પર્ધક બની ગયો છે. એમસી સ્ટેનનું સંઘર્ષમય જીવન તમારી આંખોમાં પણ આંસુ લાવશે. રિયાલિટી શો 'બિગ બોસ 16'ના કન્ટેસ્ટન્ટ એમસી સ્ટેનનું અસલી નામ અલ્તાફ શેખ છે. તે પુણેનો રહેવાસી છે. નાનપણથી જ સ્ટેનનું ધ્યાન અભ્યાસમાં ઓછું અને ગીતોમાં વધારે હતું. સ્ટેને 12 વર્ષની ઉંમરે 'કવ્વાલી' ગાવાનું શરૂ કર્યું હતું. તેણે પ્રખ્યાત રેપર રફ્તાર સાથે પણ પરફોર્મ કર્યું છે.
એમસી સ્ટેનને ઈનામ શું મળ્યું?
એમસી સ્ટેનને શિવ ઠાકરે કરતા વધુ મત મળ્યા અને તે બની ગયો બિગ બોસ 16નો વિનર. તેને બિગ બોસ 16ની ટ્રોફી, 31 લાખ રૂપિયા અને ગ્રાન્ડ i10 Nios કાર ઇનામ તરીકે આપવામાં આવી છે. એમસી સ્ટેને જીવનમાં ઘણી વખત જીત અને હાર જોઇ છે, પરંતુ ક્યારેય હાર માની નથી. રિયાલિટી શો 'બિગ બોસ 16'એ સ્ટેનનું જીવન રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે સ્ટેન પાસે પૈસા નહોતા, રસ્તાઓ પર રાત વિતાવવી પડતી હતી અને ખાવાની પણ તંગી હતી. એમસી સ્ટેને પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો અને 'ફર્શથી અર્શ' સુધી પહોંચ્યો. એમસી સ્ટેને તેના ગીતો દ્વારા તેના જીવનની વાર્તા કહી અને લોકોનું દ્રષ્ટિકોણ બદલી નાખ્યું.

શાહરૂખ ખાન સાથે કામ કરવાની તકએટલું જ નહીં, એવા અહેવાલો છે કે પ્રિયંકા ચહર ચૌધરીને શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ફિલ્મ ડાંકીમાં પણ કામ કરવાની તક મળી છે. સાથે જ સલમાન ખાને પણ શો દરમિયાન તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે પ્રિયંકા 'બિગ બોસ 16'ની ટ્રોફી ગુમાવ્યા પછી પણ જીતી ગઈ છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાનો બીજા ઘણા પ્રોજેક્ટ્સ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.એમસી સ્ટેનની જીતથી ગુસ્સે થયેલા ચાહકોએક તરફ પ્રિયંકા ફિનાલે રેસમાંથી ખુશીથી બહાર આવી, તો બીજી તરફ ચાહકો સ્ટેનને ટ્રોફી મળી તે પસંદ નથી કરી રહ્યા. બિગ બોસના મેકર્સની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. ચાહકો પૂછી રહ્યા છે કે શું વિજેતાનું નામ પહેલેથી જ નક્કી હતું? શું નિર્માતાઓ શરૂઆતથી જ એમસી સ્ટેનને ટ્રોફી આપવા માંગતા હતા? જો નહીં તો આવું કેમ થયું? કેટલાક નિર્માતાઓને પક્ષપાતી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે સ્ટેનને કંઈપણ કર્યા વિના ટ્રોફી આપવી ખોટું છે. એક યુઝરે લખ્યું, 'શેમ ઓન યુ બિગ બોસ, મતલબ કંઈ ન કરો અને ટ્રોફી લો વાહ ભાઈ.'

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.