Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણવીર સિંહનું 3 કલાકમાં થયું ન્યૂડ ફોટોશૂટ, જાણો કોણ છે આ ફોટોગ્રાફર આશિષ શાહ

હાલમાં આખી દુનિયા રણવીર સિંહના આ ફોટોશૂટની ચર્ચા કરી રહી છે. રણવીરની સામે ઊભેલા પોતાના કેમેરામાં આ તસવીરોને કેદ કરનારા, તે ફોટોગ્રાફર છે આશિષ શાહે આ બોલ્ડ ફોટોશૂટ વિશે કહ્યુ કે રણવીર બિલકુલ કમ્ફર્ટ હતો,  રણવીર સિંહનું ફોટોશૂટ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું, જેને કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. ચાહકો રણવીરના ફોટોશૂટ વિશે વધુને વધુ જાણવા માંગે છે, રણવીર સàª
રણવીર સિંહનું 3 કલાકમાં થયું ન્યૂડ ફોટોશૂટ  જાણો કોણ છે આ ફોટોગ્રાફર આશિષ શાહ
હાલમાં આખી દુનિયા રણવીર સિંહના આ ફોટોશૂટની ચર્ચા કરી રહી છે. રણવીરની સામે ઊભેલા પોતાના કેમેરામાં આ તસવીરોને કેદ કરનારા, તે ફોટોગ્રાફર છે આશિષ શાહે આ બોલ્ડ ફોટોશૂટ વિશે કહ્યુ કે રણવીર બિલકુલ કમ્ફર્ટ હતો,  રણવીર સિંહનું ફોટોશૂટ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું, જેને કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. ચાહકો રણવીરના ફોટોશૂટ વિશે વધુને વધુ જાણવા માંગે છે, રણવીર સિંહનું આ ફોટોશૂટ કરાવનાર ફોટોગ્રાફર આશિષ શાહ છે. જે હાલમાં આ દિવસોમાં અભિનેતા રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીર સિંહના ન્યૂડ ફોટોને લઈને ઘણો હોબાળો થયો છે,  આ મુદ્દે રણવીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે,  રણવીરના ફોટોશૂટને લોકો મેન્ટલ વેસ્ટ કહેવામાં આવી રહ્યું છે. 
કોણ છે આશિષ શાહ
આશિષ શાહ એક જાણીતા ફોટોગ્રાફર છે, જે દેહરાદૂનના વતની છે. કહેવાય છે કે આશિષ શાહની ફોટોગ્રાફીમાં દેશી ઝલક છે, જેના કારણે તેના ફોટોગ્નાફ વૈશ્વિક સ્તરે પસંદ કરવામાં આવે છે. 1854 ફોટોગ્રાફીના એક અહેવાલ મુજબ, દર વર્ષે બ્રિટિશ જર્નલ ઑફ ફોટોગ્રાફી (BJP-બ્રિટિશ જર્નલ ઑફ ફોટોગ્રાફી) પસંદગીના 20 ઉભરતા ફોટોગ્રાફરોની યાદી બહાર પાડે છે, જેમાં આશિષ શાહનું નામ પણ સામે આવ્યું છે.
આશિષ શાહનું બોલિવૂડ કનેક્શન
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં આશિષ શાહ રણવીર સિંહના ફોટોશૂટને લઈને ખૂબ ચર્ચામાં છે. જો કે આ પહેલા તે રાધિકા આપ્ટે સાથે પણ કામ કરી ચુક્યા છે. આશિષે વોગ મેગેઝીનના કવર પેજ માટે રાધિકા આપ્ટે સાથે કામ કર્યું હતું તે સમયે રાધિકાએ પણ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. બાય ધ વે, થોડા સમય પહેલા સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. તે રોમેન્ટિક ફોટામાં સોનમ કપૂરનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો હતો. તે ફોટા પણ આશિષ શાહે ક્લિક કર્યા હતા. માત્ર બલિવુડ નહીં હોલિવુડમાં પણ તેઓ કામ કરે છે.
કિમ કાર્દાશિયનના ન્યૂડ ફોટોશૂટમાં પણ તે હાજર હતો
રણવીર સિંહના ફોટોશૂટ વાયરલ થયા પછી મીડિયા સાથે આશિષ શાહ સાથે વાત કરી. આ દરમિયાન આશિષે જણાવ્યું કે રણવીર સિંહનું ફોટોશૂટ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું, આ ફોટોશૂટ કરવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. રણવીરના ફોટોશૂટ કોન્સેપ્ટ પર આશિષે કહ્યું કે મને તેજ સમયે આ જાણ થઇ હતી. અને કહેવામાં આવ્યું હતું કે આ તસવીર બર્ટ રેનોલ્ડ્સને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આ સાથે આશિષે પણ જણાવ્યું કે પેપર મેગેઝિન માટે કિમ કાર્દાશિયનના ફોટોશૂટ સમયે પણ હું શૂટિંગ સેટ પર હાજર હતો. 

રણવીર ન તો શરમાતો હતો કે ન તો તે  કોન્સિયસ હતો
તે સમયે મને જરા પણ એવું ન લાગ્યું કે રણવીરને કોઇ બડી મૂવમેન્ટની જરુર હતી, તેને કોઈ મોટા બોડી પરિવર્તનની જરૂર ન હતી. રણવીરનું બોડી પરફેક્ટ શેપમાં જ છે. જો કે રણવીર સાથે મારી આ પહેલી મુલાકાત હતી. અમે પહેલી મીટીંગ પછી તરત જ ખૂબ કમ્ફર્ટ હતાં. રણવીર ન તો શરમાતો હતો કે ન તો તે  કોન્સિયસ હતો. તેણે ખૂબ જ સારી રીતે  ફોટો શૂટ કરાવ્યું. એકબીજા માટે  રિસપેકેટ ફીલ હતી. મને લાગે છે કે તે મારા કેમેરા વર્કથી સારી રીતે વાકેફ હતા. સાચું કહું તો જ્યાં સુધી એકબીજામાં વિશ્વાસ ન હોય ત્યાં સુધી મને કોઈ સેલિબ્રિટીના શૂટ કરવાનું પસંદ નથી. 
આ તસવીરોને લઈને ભારે હોબાળો થયો
અમે દરેક બાબતમાં મુદ્દો બનાવી શકીએ છીએ. રણવીર પોતાના શરીરને લઈને એકદમ કમ્ફર્ટેબલ હતો. એટલું પૂરતું હતું કે રણવીર જેવા પ્રતિભાશાળી અભિનેતાએ મને મારી ઈચ્છા મુજબ શૂટિંગ કરવાની મંજૂરી આપી હતી. ઘણીવાર સેલિબ્રિટી પોતાની કમ્ફર્ટ ઝોનમાં હોય છે,  પણ અહીં એવું ન હતું. અમે વાસ્તવમાં તેમની ફિલ્મોમાં કામ કરતાં હોઇએ એટલા જ સહજ હતા. રણવીરે ફોટો શૂટ થયા બાદ આ તસ્વીરો ત્યારે જોઇ પણ નહતી. કારણકે આ તસવીરો ફિલ્મ કેમેરા વડે લીધી છે. એટલા માટે તેણે ત્યાં આ તસવીરો પણ જોઈ ન હતી.
 
Advertisement
Tags :
Advertisement

.